રાજપીપળા પબ્લિક હોસ્પિટલના ડો.ભાવેશ વધુ એક પોલીસ ફરિયાદ.
ડોક્ટરની ડિગ્રી સર્ટી હોસ્પિટલ ચલાવી ફરિયાદી દીકરાની ખોટી સારવાર કરતા દીકરાનું મોત.
રાજપીપળા, તા.4
રાજપીપળા પબ્લિક હોસ્પિટલના ડો. ભાવેશ કુકડીયા બોગસ ડોક્ટર સાબિત થયા હોવા છતાં ડૉક્ટરની ડિગ્રી સર્ટી વગર હોસ્પિટલ ચલાવી દર્દીની સારવાર કરતા વધુ એક દર્દીનું મોત થતાં આ તબીબ સામે ચોથી વાર વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
જેમાં રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નીરૂબેન વિક્રમભાઈ નરપતસિંહ શિનોરા (રહે, રાજપીપળા ટેકરા ફળિયા ) એ આરોપી ડો. ભાવેશભાઈ ઉર્ફે ભાવિક લાલજીભાઈ કુકડીયા (રહે,સી 45 વેદાંત રેસીડેન્સી ભારત પેટ્રોલ પંપની પાછળ વડોદરા મૂળ રહે, પીથલપુર તા.પાલિતાણા જી.ભાવનગર) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ રાજપીપળા પબ્લિક હોસ્પિટલના ડો.ભાવેશ એલ કુકડીયા (પટેલ)ના ડીગ્રી સર્ટી વગર રાજપીપળા પબ્લિક હોસ્પિટલ ચલાવી ફરિયાદી નીરૂબેનના દિકરા વિપુલભાઈ ની ખોટી સારવાર કરી પોતાનો પોતે જાણતા હોય કે આવું કરવાથી દર્દીનું મોત મૃત્યુ નીપજી શકે છે તેમ છતાં નીરૂબેનના દીકરાનું મોત નીપજાવી ગુનો કરતાં પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.આ અગાઉ ત્રણ વખત આ તબીબ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ચુકી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા