*40 હજારથી એક લાખમાં વહેંચાય છે ખોટા પ્રમાણપત્ર, 10 હજાર લોકોએ મેળવી નોકરી*

રાજય સરકારની વિવિધ સરકારી જગ્યાઓમાં થતી ભરતી મામલે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યુ હતુ કે ખોટા પ્રમાણપત્રના આધારે 10 હજાર લોકોએ નોકરી મેળવી છે. 40 હજારથી એક લાખમાં ખોટા પ્રમાણપત્ર વેચાય છે. શિક્ષક તેમજ આરોગ્ય વિભાગની ભરતીમાં પણ ગેરરીતિના આક્ષેપ કર્યા હતા. પશુધન નિરીક્ષક વર્ગ 3 ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતી થઇ હોવાનો આરોપ મુક્યો હતો. તો કૃષિ વિભાગ અને bsf ની ભરતીમાં કૌભાંડ થયા હોવાનું મનીષ દોશીએ જણાવ્યું હતુ.