રાજપીપળાના રાજપુત ફળિયાની ઘટના. ફરિયાદી હિતેન્દ્રભાઈના દીકરા એ કરેલા પ્રેમલગ્ન પરિણીતાના પિતાની મંજૂરી ન હોવાથી તેની રીસ રાખી દક્ષાબેનનું અપહરણ કરવાનો પ્રયાસ કરતા ચકચાર.

રાજપીપળાના રાજપુત ફળિયાની ઘટના.
ફરિયાદી હિતેન્દ્રભાઈના દીકરા એ કરેલા પ્રેમલગ્ન પરિણીતાના પિતાની મંજૂરી ન હોવાથી તેની રીસ રાખી દક્ષાબેનનું અપહરણ કરવાનો પ્રયાસ કરતા ચકચાર.
રાજપુત ફળિયામાં આવેલ ફરિયાદીના ઘરે ત્રણ ઈસમો દ્વારા પરણીતાનો હાથ પકડીને ખેંચી જવાની ઘટના.
પરણિતાએ બૂમાબૂમ કરતાં બહાર ઊભેલી ગાડીમાં બેસી અજાણ્યા ઇસમો ફરાર થઇ જતાં પોલીસ ફરિયાદ.
રાજપીપળા,તા.25
રાજપીપળાના રાજપુત ફળિયામાં આવેલ ફરિયાદી હિતેન્દ્રભાઈના દીકરા એ કરેલા પ્રેમલગ્ન પરિણીતાના પિતાની મંજૂરી ન હોવાથી તેની રીસ રાખી દક્ષાબેનનું અપહરણ કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.જેમાં રાજપુત ફળિયામાં આવેલ ફરિયાદીના ઘરે ત્રણ ઈસમો દ્વારા પરણીતાનો હાથ પકડીને ખેંચી જઈ અભ્યારણ કરવાનો પ્રયાસ કરતાં રાજપીપળા પોલીસ મથકે અજાણ્યા ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં ફરિયાદી હિતેન્દ્રસિંહ ગણપતસિંહ બારડ (રહે,રાજપીપળા રાજપુત ફળિયા )એ આરોપી સફેદ કલરની સ્વીફ્ટ ડિઝાયર ગાડી નંબર જીજે 18 બી 3191 ગાડીમાં બેસાડી અજાણ્યા ઇસમો સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી હિતેન્દ્ર સિંહ ના ઘર માં આશરે 25 થી 30 વર્ષની ઉંમરના ત્રણ અજાણ્યા ઈસમોએ પ્રવેશ કરેલ અને તે પૈકી એકે જેકેટ પહેરેલા ઈસમએ હિતેન્દ્રભાઈ ને પૂછેલ કે દક્ષાબેન ક્યાં છે. ? તેમ પૂછતા તેઓને શક જતા તેઓ દ્વારા દક્ષાબેન ઘરમાં નથી કેમ કહેતા ઈસમે હિતેન્દ્રભાઈના દીકરાની પત્ની જ અંદરના રૂમમાં હોય તેને જોઇ જતાં તેના તરફ દોડી ગયેલ અને તેનો હાથ પકડી તો અમારી સાથે ચાલ તેમ કહી ખેંચી લઇ જવાનો પ્રયાસ કરેલ. જીતેન્દ્રભાઈ પોતાના દીકરાની પત્ની દક્ષાબેન અને છોડાવવા જતાં,આ સાથેના બીજા બે ઈસમો પૈકી કાળા કલરની પઠાણી પહેરેલી સમયે તેઓને બાદ બડી પકડી રાખેલ અને ત્રીજો ઈસમો દરવાજા પાસે ઉભો રહી બહાર નજર રાતે રહેલ હતો. આ વખતે હીતેન્દ્રસિંહ તથા સાહેદ દક્ષાબેન દ્વારા બૂમાબૂમ કરતાં આ ત્રણ ઈસમો ફરિયાદીના દાદરથી ફટાફટ નીચે ઉતરી ઘરની બહાર ઊભી રહેલ સફેદ કલરની સ્વીફ્ટ ડિઝાયર ગાડી નંબર જીજે 18 બી 3191 જે ગાડીના ડાબી સાઇડ ના બંને દરવાજા ખોલી ડ્રાઇવર બેસેલો હતો તે સ્વીફ્ટ ગાડી માં આ ત્રણેય જણા બેસી ઘરની પાછળ લઇ નાસી ગયા હતા. અને હિતેન્દ્ર ભાઈના દીકરા ધરમપાલસિંહ દક્ષાબેન સાથે પ્રેમ લગ્ન કરે લગ્ન થી દક્ષાબેન ના પિતાજી રાજી ન હોય તેમના કોઈ માણસો થકી દક્ષાબેન નું અપહરણ કરવાના ઈરાદે આવું કૃત્ય કરેલ હોવાનો ફરિયાદીને હોવાનું જણાવી રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ,રાજપીપળા