અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પે આગ્રાનાં તાજમહેલની ખૂબસૂરતીને જોઇને કહ્યું – અવિશ્વસનીય, પરંતુ તેમનું ચોંકવું ત્યારે વધી ગયું જ્યારે તેની સાથે ચાલી રહેલા ગાઇડે તેમને તાજની સંપૂર્ણ કહાની જણાવી. તેમને જણાવ્યું કે કેવી રીતે તાજનું નિર્માણ થયું? તેના બનવા પાછળ શું કારણ હતુ? આવો જાણીએ એ વ્યક્તિ વિશે જેણે ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પને તાજનો દીદાર કરાવ્યો.જે વ્યક્તિની અમે વાત કરી રહ્યા છીએ તેમનું નામ નિતિન સિંહ છે. નિતિન સિંહ ટ્રમ્પ જ નહીં અનેક રાષ્ટ્રઅધ્યક્ષો, રાષ્ટ્રપતિઓ, પ્રધાનમંત્રીઓને તાજનાં દર્શન કરાવી ચુક્યા છે. આગ્રાનાં કટરા ફુલેલમાં રહેતા નિતિને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયાને તાજથી વાકેફ કરાવ્યા. તેની પાછળની કહાનીઓએ ટ્રમ્પનું દિલ જીતી લીધું.
તાજમહેલનાં સંગેમરમરની પાછળ છુપાયેલી પ્રેમની કહાનીને દર્શાવવી સરળ નથી. એ પણ ત્યારે જ્યારે તમારે તેના સ્થાપત્યનું પણ વર્ણન કરવાનું હોય. તાજની દરેક સુંદર કલાકારી અને મુગલ બાદશાહ શાહજહાંનાં પ્રેમની કહાનીને એક સાથે શબ્દોમાં વર્ણવવાનું નિતિન પાસેથી શીખવું જોઇએ. નિતિને ડોનાલ્ડ અને મેલાનિયાની સામે શાહજહાં અને મુમતાજ બેગમની મોહબ્બતની કહાની વર્ણવી.
અનેક રાષ્ટ્રાધ્યક્ષોને નિતિન સિંહ બતાવી ચુક્યા છે તાજ