અમદાવાદ – કેવડિયા-અમદાવાદ જનશતાબ્દી સ્પેશ્યલ તથા ડભોઇ કેવડિયા સેક્શનની કેટલીક ટ્રેનોરદ કરાઈ
રાજપીપલા, તા 2
કોરોના સંક્ર્મણ અને વધતી જતી ગરમીને કારણે ટ્રેનમાં મુસાફરોની સંખ્યામા ક્રમશ:ઘટાડો થઈ રહ્યો છે જેમાં પશ્ચિમ રેલ્વે સત્તાધીશો દ્વારા કેટલીકટ્રેનો પ્રવાસીઓ ની સંખ્યા ઘટવાને કારણે રદ કરવામાં આવી હોવાનું જણાવેલ છે.
જેમાં પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ અને કેવડિયા વચ્ચે સંચાલિત ટ્રેન નંબર 09249 અમદાવાદ – કેવડિયા જનશતાબ્દી સ્પેશ્યલ તથા ટ્રેન નંબર 09248 કેવડિયા – અમદાવાદ જનશતાબ્દી સ્પેશ્યલ મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે પ્રતિ સોમવારે આગળની સૂચના સુધી રદ રહેશે.
એ ઉપરાંત વડોદરા વિભાગની ડભોઇ કેવડિયા સેક્શનની કેટલીક ટ્રેનો પણમુસાફરો ની સંખ્યા માં ઘટાડો થવાને કારણે નવો આદેશ ના થાય ત્યાં સુધી રદ કરવામાં આવી છે જેમાં
ટ્રેન નંબર 09110 કેવડીયા- પ્રતાપનગર સ્પેશિયલ મેમુ ટ્રેન (પ્રસ્થાન સમય 12.00),તેમજટ્રેન નંબર 09113પ્રતાપનગર સ્પેશિયલ (પ્રસ્થાન સમય 15.35 )રદ કરવામાં આવી છે
એ ઉપરાંત ટ્રેન નંબર09248 કેવડીયા અમદાવાદ જન્મ શતાબ્દી સ્પેશ્યલ ટ્રેન
(પ્રસ્થાન સમય 11.15 ) તેમજ અમદાવાદ કેવડીયા જન્મ શતાબ્દી સ્પેશિયલ ટ્રેન(પ્રસ્થાન વડોદરા સમય 16.58) આ ટ્રેનોને પણ દરેક સોમવાર માટે પણ રદ કરવામાં આવી છે
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા