*GNA NEWS: જામનગરમાં શિવરાત્રી મહાપર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભવ્ય સરઘસનું આયોજન કરાયું.
જામનગર: શિવરાત્રી નો મહાપર્વ દેશભરમાં ધૂમધામથી ઉજવામાં આવ્યો ત્યારે ગુજરાતના રજવાડી શહેર જામનગરમાં શિવરાત્રી મહાપર્વ ને લઇ ભવ્ય શાનદાર સરઘસનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભગવાન શિવની પાલખી સાથે સાથે વિવિધ ટેબલો સાથે શિવ દર્શન ની મહિમા ઉજાગર કરતા નજરે જોવા મળ્યા હતા. વિવિધ ડીજે ના સુરે લોકો શિવભક્તિ માં લિન બન્યાં હતા તેમજ શંકરના નાદ જય ભોલે સાથે મોટી સંખ્યામાં લોકો ઝૂમતા અને દર્શન નો લહાવો લેતા નજરે જોવા મળ્યા હતા.