નર્મદામા ગુડ ફ્રાયડે’ ની ઉજવણી કરાઈ
રાજપીપલા, તા 2
સમગ્ર નર્મદાજિલ્લા મા ગુડ ફ્રાયડે’ ની ઉજવણી કરવામાં આવી હતી
જેમાં સી.એન.આઈ ચર્ચ મંડાળા ખાતે ખ્રિસ્તી બંધુઓ દ્વારા કોરોના ને કારણે ધાર્મિક સ્થળો પર ઓછી સંખ્યામાં સાદાઈ થી વિશેષ પ્રાર્થના સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
સમગ્ર માનવ જાતને પ્રેમનો સંદેશ આપનાર ઈસુના
વધ:સ્તંભ ઉપર મૃત્યુના દિવસને ગુડ ફ્રાયડે (પવિત્ર શુક્રવાર) તરીકે ઉજવવામાં આવ્યો હતો આજે ગુડ ફ્રાયડે આખી દુનિયા માં ખ્રિસ્તી સમુદાય માટે ઈશુના બલિદાનની યાદગીરીમાં ઊજવવા માં આવે છે. સમગ્ર ખ્રિસ્તી સમુદાય નાં લોકો એમ માને છે કે માનવ જાત ના પાપો માટે ઈશું ક્રુશે જડાયા હતા.
જેની ઉજવણી ના ભાગ રૂપે આજે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા મંડાળા ખાતે ગુડ ફ્રાયડે નિમિતે પ્રાર્થના સભા યોજાઈ હતી.
જેમાં મંડાળા નાં ધર્મ ગુરુ રેવ.કિશન વસાવા દ્વારા ગુડ ફ્રાઈડે નાં દિવસે કોરોના મહામારી માં પીડાતા લોકો માટે તેમજ કોરોના સંક્રમણ ઘટે, અને સંપૂર્ણ પણે કોરોના નાબૂદ થાય તે માટે ખાસ
પ્રાર્થના પણ કરવામાં આવી હતી.
ગુડ ફ્રાઈડેના પવિત્ર દિવસે વિવિધ દેવાલયોમાં પ્રભુ ઈસુના મરણની જીવંત ભક્તિ યોજાતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના વાયરસની મહામારીને લઈ તમામ ધાર્મિક સ્થળો પર સાદાઈ થી અને સાદગી પૂર્વક ખ્રિસ્તીબંધુઓ દ્વારા ગુડ ફ્રાઈડેની ઉજવણી કરાઈ હતી. સાથે વિશેષ પ્રાર્થનાઓ યોજી પ્રભુ ઈસુના મરણ પ્રસંગને યાદ કર્યો હતો. કેટલાક ધાર્મિક સ્થળના સંચાલકો દ્વારા સોશીયલ મીડીયાના માધ્યમથી પ્રભુ ઈસુના બલિદાન અંગે વિશેષ સંદેશો પાઠવવામાં આવ્યો હતો.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા