*નેહરુ અને પટેલઃ જૂના મુદ્દે નવા પુસ્તકે સર્જયો વિવાદ*

અમદાવાદઃ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ હતા, પણ એ વિશે દેશમાં ઘણાં વર્ષોથી ટીકાટિપ્પણી થઈ રહી છે કે જવાહરલાલ નેહરુને જ કેમ વડા પ્રધાન બનાવવામાં આવ્યા? જો સરદાર વલ્લભભાઈ પટેલ સ્વતંત્ર ભારતના વડા પ્રધાન બન્યા હોત તો દેશનો ઇતિહાસ જ કંઈક જુદો હોત. પટેલ સ્વાતંત્ર્ય ભારતના પહેલા ગૃહપ્રધાન હતા. શું નેહરુ અને પટેલ એકમેકની વિરુદ્ધમાં હતા?