આજના મુખ્ય સમાચારો*
*dete*
3️⃣1️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣
*સચિવાલયમાં 53 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ*
સચિવાલયમાં કોરોના વિસ્ફોટ થતા કર્મચારીઓમાં ભારે ડરનો માહોલ પ્રસરાઇ ગયો છે. માત્ર એક જ દિવસમાં 30 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કર્મચારીઓના સ્ટાફમાં ફફડાટ ફેલાઇ ગયો છે ગાંધીનગરના ન્યુ સચિવાલયના બ્લોક 7માં કુલ 192 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 139ના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જ્યારે 53 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ઊર્જામંત્રી સૌરભ પટેલ કોરોનાની ઝપટે ચડ્યા આજે સીએમ નીતિન પટેલ ગૃહમાં તેમના વતી સવાલોના જવાબો આપશે
*******
*રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની મુદતમાં વધારો*
રાજ્યમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. દૈનિક 2 હજારથી વધુ કેસ છેલ્લા કેટલાક દિવસથી સતત નોંધાઈ રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂની મુદત વધારવામાં આવી છે.
********
*મહાનગર પાલિકાનું વર્ષ 2021-22નું અંદાજપત્ર રજુ*
જામનગર મહાનગર પાલિકાનુ 2021-22નું કુલ રૂ. 612. 49 કરોડનું અંદાજપત્ર વિપક્ષના વિરોધ વચ્ચે મંજુર કરવામાં આવ્યુ છે. કોઈ પણ નવા કરવેરા વિનાનું બજેટ મંજુર કરાયુ છે. જેમાં નલ સે જલ યોજનામાં રૂ.50 કરોડના કામો પૂર્ણ થયા બાદ નવા 25 કરોડના કામોની જોગવાઈ કરવામાં આવી છે.
********
*મહેસુલ મંત્રી કૌશિક પટેલની તબિયત લથડી*
કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે. જેમાં ધારાસભ્યો અને અધિકારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે. અત્યાર સુધીમા એક મંત્રી સહિત કુલ 180માંથી 12 ધારાસભ્યો માત્ર 30 દિવસમા જ પોઝિટિવ આવ્યા.
*******
*CM વિજય રૂપાણીની કરાઈ રજત તુલા*
મુખ્યમંત્રી વિજય રુપાણીને ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં 85 કિલોગ્રામ ચાંદીથી તોલવામાં આવ્યા. ત્યારબાદ મુખ્યમંત્રીએ આ ચાંદી પ્રદેશની ગૌશાળાઓના કલ્યાણ માટે દાન કરી દીધી. આ અવસર પર રુપાણીએ કહ્યુ કે અમારી સરકાર પશુધનના કલ્યાણ માટે કૃતસંકલ્પ છે.
*********
*કેમ ભણશે ગુજરાત?*
રાજય સરકાર દ્વારા શિક્ષણને લઇને મોટીમોટી જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ, ગુજરાતમાં શિક્ષણનું સ્તર કેમ કથળી રહ્યું છે. તેનું વરવું ઉદાહરણ સામે આવ્યું છે. રાજયમાં કેટલીય એવી શાળાઓ છેકે જયા લાયકાત અને તાલિમ વગરના શિક્ષકો બાળકોને ભણાવી રહ્યાં છે. આ વાતનો સ્વીકાર ખુદ રાજયના શિક્ષણ પ્રધાને કર્યો છે.કયા કેટલા શિક્ષકો લાયકાત વગરના?
*ગુજરાતના 6 જિલ્લામાં 4,510 શિક્ષકો લાયકાત વગરના છે*
ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ધારાસભ્યોએ આ મામલે પ્રશ્નો કર્યા હતા. જેમાં શિક્ષણમાં ચાલતી લોલમલોલને ઉઘાડી પાડવા પ્રશ્ન પૂછ્યા હતા કે સરકારે ઠરાવેલી શૈક્ષણિક લાયકાત અને નિયત તાલીમ વગરના શિક્ષકો પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે કામ કરી રહ્યા છે કે કેમ? આ પ્રશ્નના લેખિત જવાબમાં શિક્ષણમંત્રીએ કબૂલ્યું હતું કે 6 જિલ્લામાં 4510 શિક્ષકો લાયકાત વગરના છે.
********
*હોળીની જ્વાળાના વરતારો વર્ષ સુખાકારી રહેશે*
*સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પર્યાવરણની રક્ષાના હેતુસર વૈદિક હોળીનું આયોજન કરાયુ હતુ*
સુરત ભારતમાં દરેક તહેવારો પાછળ ધાર્મિક મહત્વ સાથે એક વિજ્ઞાન પણ રહેલુ હોય છે. હોળીની ઉજવણી પાછળની ધાર્મિક કથા તો જગજાહેર છે. પણ હોળીની જ્વાળા જે દિશામાં ફરકતી હોય છે તેના આધારે વરતારાનું વિજ્ઞાન છે. આગામી વર્ષ કેવુ રહેશે એ હોળીની જ્વાળાથી નક્કી કરવામાં આવે છે. જે મુજબ આગામી વર્ષ સારૃ હોવાનો વરતારો કરવામાં આવ્યો છે
********
*સુરતના હજીરા પોર્ટથી દીવ વચ્ચે ક્રૂઝ શરૂ થશે*
અત્યાધુનિક સુવિધાથી હશે સજ્જ એક ટ્રીપમાં 300 મુસાફરો કરશે સફર કેન્દ્ર સરકારની ગુજરાતને વધુ એક ભેટ આપી છે. કેન્દ્ર સરકારે વધુ એક અમૂલ્ય ભેટ આપી છે. કેન્દ્ર સરકારે સુરતના હજીરા પોર્ટથી દીવ પર્યટન સ્થળ વચ્ચે ક્રૂઝ સેવા શરૂ કરવાની લીલી ઝંડી આપી છે. હજીરાથી દીવ વચ્ચે ક્રૂઝ સેવા શરૂ થશે, સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનાર પ્રવાસીઓ માટે ક્રુઝ સેવા શરૂ કરી છે. ત્યારે હવે સુરતવાસીઓ માટે વધુ એક સેવા શરૂ કરાશે.
********
*મકાઈના ડોડા સેકતી વખતે 6 બાળકો થયા ભડથું*
બિહારના અરરિયામાં તાજેતરમાં એક દુર્ઘટના સામે આવી છે. જ્યાં એક ઘરમાં આગ લાગવાના કારણે 6 બાળકોના મોત થઈ ગયા છે. આ ઘટના પલાસીના ચહટપુર પંચાયત અંતર્ગત આવતા કવૈય્યા ગામની છે. આ ઘટના બાદ સમગ્ર ગામમાં હાહાકાર મચી ગયો હતો. આગ લાગવાનું કારણ સ્પષ્ટ થયુ નથી, પણ એવુ અનુમાન લગાવામાં આવી રહ્યુ છે કે, ગોદામમાં રાખેલા ઘાસચારાની જગ્યાએ જ બાળકો મકાઈના ડોડા સેકી રહ્યા હતા
*********
*ગુજરાતમાં તહેવારમાં વેપારીઓને 35 હજાર કરોડનો ફટકો*
હોળી-ધૂળેટીનો તહેવાર આખા દેશમાં દર વર્ષે ઉત્સાહપૂર્વક ઉજવાતો હોય છે. જોકે આ વખતે કોરોનાના કારણે આ તહેવારની ઉજવણીનો રંગ ફિક્કો રહ્યો હતો.હોળી ધૂળેટી પહેલા જ દેશભરમાં કોરોનાની લહેર તેજ બન્યા બાદ સંક્રમણે હાહાકાર મચાવ્યો હોવાથી મોટા ભાગના રાજ્યોમાં હોળી ધૂળેટીની ઉજવણી પર જાત જાતના પ્રતિબંધો લાદી દેવામાં આવ્યાં હતા જેના કારણે આ તહેવારમાં થતા વેપારને ભારે નુકસાન થયું છે કોરોનાના કારણે આ વેપારને 35,000 કરોડનો ફટકો વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનું કહેવુ છે કે, અલગ અલગ રાજ્યોના વેપારી સંગઠનોના નેતાઓ સાથે થયેલી વાતના આધારે કહી શકાય
*********
*ગુજરાત હાઇકોર્ટના જજ જે.બી.પારડીવાલા કોરોના પોઝિટિવ*
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી વખત કોરોનાએ સમગ્ર ગુજરાતમાં માથું ઉચક્યું છે. ત્યારે ગુજરાત સહિત આખા દેશમાં વર્ષ 2020માં માર્ચ મહિનામાં કોરોનાનું સંક્રમણ વધ્યું હતું, ત્યાર બાદ કોરોનાનો ભારે કોહરામ મચ્યો હતો રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના પોઝિટિવ કેસનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ અમદાવાદની બે મોટી શૈક્ષણિક સંસ્થાઓ તેમજ વિધાનસભા ગૃહમાં પણ નેતાઓ કોરોનાના ભરડામાં આવી ગયા છે
*******
*મોડાસા કે.એન.શાહ હાઈસ્કૂલમાં કોરોના વિસ્ફોટ*
ગાંધીનગરમાં રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ગુજરાતના મહાનગરોતો આ વાયરસની ઝપેટમાં આવ્યા છે, બીજીતરફ નાના નાના જિલ્લાઓમાં પણ ઘાતક વાયરસનો સંકજો વધ્યો છે. અમદાવાદની ઈન્સ્ટીટ્યુ્ટમાં તો સંક્રમિતોની સંખ્યા 70 પર પહોંચી છે. બીજી તરફ સુરતમાં પણ ભયાવહ સ્થિતિ બની રહી છે. આ વચ્ચે એક ચોંકાવનારા અહેવાલ મોડાસાથી સામે આવ્યા છે.
********
*રૂપસુંદરીની જાળમાં ફસાયા વૃદ્ધ 13 લાખની ખંડણી માંગી*
અમદાવાદ શહેરમાં વધુ એક હનીટ્રેપની ફરિયાદ સામે આવી છે જેમાં નોકરીની લાલચે વૃદ્ધ સાથે સંબંધ કેળવીને ફસાવી લેવામાં આવ્યા મહિલાએ મળવા માટે હોટલમાં બોલાવીને કપડા ઉતારી લીધા અને મહિલા સાથે જોડાયેલા અન્ય 4 લોકોએ વૃદ્ધને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી જ્યાર બાદ 13 લાખની માંગ કરીને સમાધાન નક્કી કર્યું હતું આ અંગે વૃદ્ધએ બાપુનગર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે.
*********
*ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોરોના વિસ્ફોટ 17 પોઝિટીવ*
રાજ્યમાં ફરી વખત કોરોનાએ માથું ઊંચક્યું છે, ગુજરાત રાજ્યના પાટનગરમાં કોરોના ટેસ્ટીગ કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી છે. સેકટર 21માં આવેલ ટેસ્ટીગ સેન્ટર ખાતે સવાર થી નગરજનોની ભારે ભીડ, તેમ છતાય આગમી 18 એપ્રિલ ના રોજ મનપાની ચૂંટણી યોજવા ચૂંટણી પચ મક્કમ છે. પાટનગરના સર્કિટ હાઉસમાં કોરોના વિસ્ફોટ થયો છે. મેનેજર સહિત 17 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટીવ આવતા હડકંપ મચ્યો છે.
*********
*પીએસઆઈ અને મહિલા પોલીસ કર્મીનો પ્રેમ પ્રકરણ પોલીસ બેડામાં ચર્ચા*
અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને મહિલા પોલીસ કર્મીના પ્રેમ પ્રકરણે પોલીસ બેડામાં ચર્ચા નું જોર પકડ્યું છે વડોદરાથી ટ્રાન્સફર મેળવીને આવેલા આ પીએસઆઈ તેમના જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીના પ્રેમમાં આવી ગયા ત્યાં સુધીતો બધું બરોબર હતું પરંતુ તાજેતરમાં આ બન્ને પોલીસ કર્મીઓ પોતાના પોલીસ સ્ટેશનની નજીક આવેલી એક હોટલમાં અંગત પળો મળવા માટે ગયા અને ત્યાજ તેમનો ભાંડો ફૂટી જતા આખો મામલો સામે આવ્યો હતો
*********
*અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે ટર્મિનલ શટલ સુવિધા*
એક ટર્મિનલ થી બીજા ટર્મિનલ પર જવા માટે ફ્રી કેબ સેવા શરૂ કરાઇ કનેક્ટિંગ ફ્લાઇટ ના મુસાફરોને પહેલા ચાલી ને 1 કિમિ જેટલું ચાલી જવું પડતું હતું. અમદાવાદ એરપોર્ટ ગુજરાતનું સૌથી વ્યસ્ત એરપોર્ટ માનવામાં આવે છે મોટાભાગ નીઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પણ એરપોર્ટ પર થી જ ઉડાન ભરે છે સાથે એરપોર્ટ પર રોજના અંદાજીત 30,000 થી વધુ લોકો નો ઘસારો રહેતો હોય છે. હાલ કોરોનાની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી ને એરપોર્ટ પરસરકારની ગાઈડલાઈન મુજબ થર્મલ સ્ક્રીનીંગ અને કોરોના ટેસ્ટિંગ સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે
*********
*વિધાનસભાના ચાલુ સત્રમાં મહેસૂલમંત્રી કૌશિક પટેલની તબિયત બગડી*
ગાંધીનગરઅત્યારસુધીમાં એક મંત્રી સહિત કુલ 180માંથી 12 ધારાસભ્યો માત્ર 30 દિવસમાં જ પોઝિટિવ આવ્યા ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે, જેમાં ધારાસભ્યો અને અધિકારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે. ત્યારે હવે મહેસૂલમંત્રી કૌશિક પટેલની વિધાનસભા ગૃહમાં તબિયત બગડતાં તેમને તાત્કાલિક નિવાસસ્થાન ખાતે ગયા હતા. અત્યારસુધીમા એક મંત્રી સહિત કુલ 180માંથી 12 ધારાસભ્યો માત્ર 30 દિવસમાં જ પોઝિટિવ આવ્યા છે.
*******
*સુરતમાં અતુલ વેકરિયા તરફથી મૃતકના પરિવારને ફોન પર લાલચ*
કોઈપણ લોભ-લાલચમાં કે દબાણમાં આવ્યા વગર મૃતકના પરિવારે અતુલ વેકરિયા સામે લડી લેવા નિર્ધાર વ્યક્ત કર્યો હતોમૃતકની માતાએ કહ્યુ દીકરીને લગ્ન કરીને ડોલીમાં બેસાડવાની જગ્યાએ અર્થી કાઢવી પડીમૃતકના ભાઈએ કહ્યું, ભલે વગ વાપરેપણ બહેનને ન્યાય અપાવવા માટે છેક સુધી લડી લઈશસુરત ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવી રહ્યા છે.
*******
*વિશ્વ ઉમિયાધામ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું જ ભારતનું મોટુ પ્રવાસન ધામ બનશેઃ નીતિન પટેલ*
અમદાવાદપરેશભાઈ પટેલ એક કરોડ રૂપિયાનું દાન આપીને તેઓ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્લેટિનિયમ દાતા ટ્રસ્ટી બન્યાવિશ્વ ઉમિયાઘામ મધ્યસ્થ કાર્યાલયનો ધુળેટીના દિવસે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં શુભારંભ થયો હતો. આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે વિશ્વનું સૌથી ઊંચુ જગત જનની મા ઉમિયાનું ધામ વિશ્વ ઉમિયાધામ મંદિર ગુજરાત અને ભારતનુ અગ્રગણ્ય પ્રવાસન ક્ષેત્ર બનશે
*******
*Dance Deewane 3’ ના સેટ પર મચ્યો હડકંપ, 18 ક્રૂ મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ*
સમગ્ર વિશ્વમાં અને દેશમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે હવે બોલિવુડ કે રાજકારણ પણ તેમાં બાકાત નથી રહ્યું. તાજેતરમાં જ શરૂ થયેલો પોપ્યુલર રિયાલિટી શો ‘ડાંસ દિવાને 3 પર કોરોનાનો કહેર વરસ્યો છે. શોના 18 જેટલાં ક્રૂ મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યાર બાદ સેટ પર સંપૂર્ણ હડકંપ મચી ગયો છે. સેટ પર હાજર લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઇ ગયો છે.
********
*પ્રેગ્નન્ટ મહિલા અધિકારી સહિત ત્રણ અધિકારીના મોતથી હાહાકાર
ત્રણ અધિકારીના મોતથી હાહાકાર*
ડાયરેકટર ઓફ એગ્રિકલ્ચર વિભાગમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ક્લાસ-2 અધિકારી શ્વેતાબહેન મહેતાનું કોરોનાથી નિધન થયું છે. શ્વેતાબહેનને 7 મહિનાનો ગર્ભ પણ હતો. શ્વેતાબહેન લેખિકા પણ હતા. તેઓ રંગત-સંગતના વાંચન રસથાળમાં પેરેન્ટીગ પર આર્ટિકલ લખતા હતા. તેમણે દીકરીઓ માટે ખીલતી કળીને વ્હાલ પુસ્તક પણ લખ્યું હતું. આ ઉપરાંત સચિવાલયના સેક્શન અધિકારી કિરીટ સક્સેના અને આણંદ કૃષિ યુનિવર્સિટીના વિભાગીય વડા એચ.એલ.ધડુકને પણ કોરોના ભરખી ગયો છે.
*🙏🙏thaend🙏🙏*