ગાદિપતિ ડો.પ્રશાંત ઉપાધ્યાય સામે છેતરપિંડીની ફરિયાદ

ધાર્મિક વિધીના નામે છેતરપિંડી કરીને લાખો રૂપિયા પડાવ્યાની ફરિયાદ વડોદરા વારસીયા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. વડોદરાના વારસીયા વિસ્તારમાં આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્રવિદ્યા મંદિરના ગાદિપતિ ડો.પ્રશાંત ઉપાધ્યાય સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે. બગલામુખીના ગાદિપતી પ્રશાંત ઉપાધ્યાય હાલમાં તો ક્યાં છે તેની કોઇને ખબર નથી. પરંતુ તેના પર લાગેલા આક્ષેપો ખૂબજ ગંભીર છે.