હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર તથા 50 વર્ષની વયથી વધુની ઉંમરના લોકો તેમજ 50 વર્ષથી ઓછી ઉંમરના કો-મોર્બિડીટી વાળા લોકોને કોવિડ-19 ની રસી આપવા માટે સર્વેની કામગીરી હાથ ધરાઈ.
1334 સ્ટાફ દ્વારા 50 વર્ષની ઉંમરના અને 50 વર્ષથી નીચેના લોકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો.
રાજપીપલા,તા.12
રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કોરોના વ્યક્તિ માટે મતદાર યાદીના આધારે ડોર ટુ ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો છે.જેમાં નર્મદા જિલ્લામાં કોવિડ-19 વેક્સીન અંતર્ગત
હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર તથા 50વર્ષની વયથી વધુની ઉંમરના લોકો તેમજ 50 વર્ષથી ઓછી ઉંમરના કો-મોર્બિડીટીવાળા
લોકોને કોવિડ-19 ની રસી આપવા માટેનો ડેટા બેઝ તૈયાર કરવા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના મેડીકલ ઓફિસર, સીએચસી , એમપીએમડબલ્યું, એફએફડબ્લ્યુ, એસએએચએ, આશા ફેસીલીટર અને સુપરવાઇઝર સહિત કુલ 1334 સ્ટાફ દ્વારા 50 વર્ષથી ઉપરના અને 50 વર્ષથી નીચેના લોકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 4202 હેલ્થ વર્કરના ડેટા તૈયાર કરેલ છે.તથા હાલમાં નર્મદા જિલ્લામાં 50 વર્ષથી વધુ અને ઓછી ઉંમરના લોકોની સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. નર્મદા જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરાયેલી ઉક્ત તૈયારીના ભાગરૂપે કુલ કોલ્ડચેન પોઇન્ટ-31 , કુલ આઇ.એલ.આર.-
36, ડિપ ફ્રીઝ-36 , કોલ્ડ બોક્સ-81, વેક્સીન કેરીયર-1170, સેશન સાઇડ-536 , અને કુલ વેક્સીનેટર-246 ઉપલબ્ધ છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, નર્મદા દ્વારા જણાવાયું છે.
સર્વે ટીમ બનાવીને કામગીરી કરવા જણાવવામાં આવી છે. સૌથી પહેલા આરોગ્ય વિભાગને વ્યક્તિને આપવામાં આવશે, રસી આપવા માટે તાલુકા નકકી કરાયા છે. કોરોનાની રસીની પૂર્વ તૈયારીઓને લઈને નર્મદામાં ડોર ટુ ડોર સર્વે શરૂ કરાયો છે.જેમાં નાગરિકોના નામ, સરનામા અને મોબાઈલ નંબરનો ડેટાબેઝ તૈયાર કરાશે અને સર્વે પૂર્ણ કરીને ડેટા એન્ટ્રી સાથે યાદી સરકારને મોકલી દેવામાં આવશે. જેટલા મતદાન અભૂતપૂર્વ પ્રમાણે ટીમ દ્વારા 50 વર્ષથી ઉપરના વ્યક્તિ અને 18 વર્ષ થી 50 વર્ષ સુધીની ઉંમરના કેન્સર, હૃદયરોગ, કિડની જેવી ગંભીર બીમારી ધરાવતા વ્યક્તિઓની યાદી તૈયાર કરવામાં આવશે.અને જ્યારે પણ વેક્સિન આવશે, ત્યારે આ યાદીના આધારે તેને વ્યક્તિને આપવાનું આયોજન ગોઠવવામાં આવશે. ટીમ દ્વારા જે વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવે છે.તેમાં આવા વ્યક્તિઓ ના મોબાઈલ નંબર,આધાર કાર્ડ નંબર, સાથે ડેટા તૈયાર કરવામાં આવે છે
રિપોર્ટ : દીપક રાજપીપળા