*ભાવનગરનાં હાદાનગરમાં બારેમાસ ચાલે છે ટેન્કરરાજ, લોકો પાણી માટે મારે છે વલખા*

આમ તો ઉનાળો આવે એટલે પાણીની સમસ્યા શરૂ થાય. પરંતુ ભાવનગરના હાદાનગરમાં ઉનાળો હોય કે શિયાળો પાણીની કાયમી સમસ્યા જોવા મળે છે. એકબાજુ મનપા દ્વારા શહેરભરમાં પાણીકાપ ઉઠાવી અને આખું અઠવાડિયું પાણી આપવાનો નિર્ણય લીધો છે.પરંતુ બીજી બાજુ ભાવનગરના હાદાનગરમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. એમ કહીએ અહીં કાયમ ટેન્કરરાજ જોવા મળે છે