17 ફેબ્રુઆરીનો વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ રદ17 ફેબ્રુઆરીનો વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ રદ

અમદાવાદઃ વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે 17 તારીખે આવવાના હતા. અહીંયા માઈગ્રેટ પક્ષીઓ અને સમુદ્રી જીવો કે જે લુપ્ત થતા જાય છે, તેની જાળવણી અંગેની એક વૈશ્વિક પરિષદનું ઉદ્ઘાટન વડાપ્રધાન કરવાના હતા. પરંતુ હવે વડાપ્રધાન મોદીનો 17 તારીખનો આ કાર્યક્રમ રદ્દ થયો છે. વડાપ્રધાન હવે આ પરિષદને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરશે.