બિનઅનામત વર્ગના આગેવાનો સાથે સરકારની બેઠક પૂર્ણ પણ આજેનિર્ણય

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે બિનઅનામત વર્ગના આગેવાનો સાથે સરકારની બેઠક પૂર્ણ થઈ છે. અંદાજે બે કલાક થઈ બેઠક છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાની આગેવાનીમાં આ બેઠક યોજાઈ હતી. નીતિન પટેલ પહોંચ્યા બાદ પ્રદિપસિંહ જાડેજા સાથે વાત કરી. જે બાદ બિન અનામત વર્ગના આગેવાનો સાથે બેઠક શરૂ કરવામાં આવી.આ બેઠકમાં ભરત રાવલ, એ.કે. પટેલ, રાજ શેખાવત, પૂર્વીન પટેલ,અમિત દવે,દિનેશ બાંભણીયા રમજૂભા જાડેજા અને યજ્ઞેશ દવે છે. બિન સચિવાલય પરીક્ષાનો વિવાદ હતો તેમાં પણ સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવનારા રમજૂબા જાડેજાને પણ સરકારે આ વખતે મધ્યસ્થી તરીકે સાથે રાખ્યા. આ બેઠકમાં આંદોલન કરી રહેલી મહિલાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યુ હતું.