અમદાવાદ સિવિલમાં મહિલા અને બાળરોગ માટે ૧૨૦૦ બેડ હોસ્પિટલ બનાવવામાં આવી હતી. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં આ ડેડિકેટેડ હોસ્પિટલનો ઉપયોગ કોરોનાગ્રસ્તની સારવાર માટે થઈ રહ્યો છે.
આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે.
સિવિલ હોસ્પિટલના જૂના બ્લિડિંગ માં બાળરોગ સર્જીકલ F-7 વિભાગમાં એક જ યુનિટ અને ૪ તબીબોની ટીમ દ્વારા કોરોના સમયગાળાના ૬૦ દિવસ દરમિયાન ૧૦૨ બાળકોની સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે.
અમદાવાદ સિવિલનો બાળરોગ સર્જરી વિભાગ ગુજરાતભરમાં એક માત્ર વિભાગ છે કે જ્યાં જન્મજાત ખોડખાંપણ અને જટિલ બાળરોગોની સર્જરી કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની પરિસ્થિતિ ધ્યાને રાખીને પ્લાન સર્જરી બંધ કરવામાં આવી હતી અને અતિઆવશ્યક ઈમરજન્સી સર્જરી જ કરવામાં આવતી હતી.
બાળરોગ સર્જીકલ વિભાગના હેડ અને હાલ ૧૨૦૦ બેડમાં એડીશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે અમારી જોડે અતિ ગંભીર અને જટિલ તબીબી સમસ્યાઓથી ઘેરાયેલા બાળકો આવે છે. કોઈને પાંચનમાર્ગ ન બન્યો હોય, જન્મજાત આંતરડામાં તકલીફ હોય , કોઈ બાળક ઓછા વજનના કારણે જીવન -મરણ વચ્ચે સંધર્ષ કરી રહ્યું હોય આવા બાળકોની અમારા વિભાગ દ્વારા સર્જરી કરવામાં આવે છે . અમારી તબીબી ટીમની કુશળતાના કારણે જ કોરોના સમયગાળામાં ૬૦ દિવસમાં વિકટ પરિસ્થિતિઓ વચ્ચે પણ ૧૦૨ સફળ સર્જરી કરી શકયા છીએ.
તેઓ ઉમેરે છે કે પી. પી. ઈ. કીટ પહેરીને નવજાત શિશુની સર્જરી કરવી તે ખૂબ જ પડકારજનક છે. ઓપરેશન થિયેટરનું તાપમાન નવજાતને માફક આવે તે પ્રમાણે ગોઠવવાનું હોય છે આવામાં પી. પી. ઈ. કીટ પહેરીને જે સશસ્ત્રક્રિયા કરવામાં આવે છે તે અત્યંત પડકાર જનક છે .આ તમામ સાનુકુળ પરિસ્થિતિઓ વચ્ચે અમારા વિભાગ દ્વારા સર્જરી કરીને ઘણાંય નવજાત બાળકોને નવજીવન આપ્યું છે તેનો અમને આનંદ છે….