*કચ્છના રણમાં ત્રણ દિવસની અખિલ ભારતીય પ્રવાસન પ્રધાનોની પરિષદ*

ગાંધીનગર: કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કચ્છ સ્થિત ધોરડો ટેન્ટ સિટી ખાતે તારીખ ૧૩ થી ૧૫ ફેબ્રુઆરી સુધી અખિલ ભારતીય પ્રવાસન પ્રધાનોની પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં દેશનાં તમામ રાજ્યોના પ્રવાસન પ્રધાનો પણ ઉપસ્થિત રહેશે. આ પરિષદનો વિષય ડેસ્ટિનેશન મેનેજમેન્ટ અને પ્રવાસન કેન્દ્રોનો વિકાસ છે. ૧૩ ફેબ્રુઆરીના રોજ પરિષદનું ઉદ્ઘાટન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે.અખિલ ભારતીય પ્રવાસન પ્રધાનોની પરિષદમાં કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) પ્રહલાદસિંહ પટેલ, ભારત સરકારના પ્રવાસન વિભાગના સેક્રેટરી, કેન્દ્રીય પ્રવાસન વિભાગના ડાયરેક્ટર જનરલ, સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.