રોમાંચક નિર્ણાયક મેચમાં ભારતે 7 રને ઇંગ્લેન્ડને હરાવી 2-1થી વન-ડે સિરીઝ પોતાના નામે કરી

ભારતે ત્રણ વનડે શ્રેણીની અંતિમ મેચમાં પુણે ખાતે ઇંગ્લેન્ડને 7 રને હરાવ્યું છે. 330 રનનો પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 322 રન જ કરી શકી હતી. આ મેચ જીતીને ભારતે ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે સતત છઠ્ઠી સીરિઝ પોતાના નામે કરી છે. ઇંગ્લેન્ડ માટે કરને પોતાન વનડે કરિયરની પ્રથમ ફિફટી ફટકારતાં 83 બોલમાં નાબાદ 95 રન કર્યા પણ મેચ જિતાડી શક્યો નહીં. ભારત માટે શાર્દુલ ઠાકુરે 4, ભુવનેશ્વર કુમારે 3 અને ટી. નટરાજને 1 વિકેટ લીધી છે.