અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્વાસ્થ્ય કર્મીઓએ યોગ કરીને તંદુરસ્તીનો સંદેશ પાઠવ્યો*

*”વિશ્વ યોગ દિવસ” : હર ઘર આંગણે યોગ*

 

*અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્વાસ્થ્ય કર્મીઓએ યોગ કરીને તંદુરસ્તીનો સંદેશ પાઠવ્યો*

*મેડિસિટીની બી.જે.મેડિકલ કૉલેજમા ઇન્ટરનેશનલ યોગ ડે ની ઉજવણી કરાઇ*

…..

*ધારાસભ્ય શ્રી દર્શનાબેન વાઘેલા અને અમદાવાદ સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી પણ જોડાયા*

૯ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ સિવિલ મેડિસિટીની બી.જે.મેડિકલ કૉલેજમાં તબીબો દ્વારા યોગ કરવામા આવ્યાં.

 

હર ઘર આંગણે યોગ થીમ આધારિત થઈ રહેલ ૯ મા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સિવિલ હોસ્પિટલના સ્વાસ્થ્ય કર્મીઓએ યોગાસન કરીને તંદુરસ્તીનો સંદેશ પાઠવ્યો હતો..

 

વર્ષ ૨૦૧૫ થી દર વર્ષે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IYD) તરીકે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આયોજનનો મુખ્ય હેતુ શારીરિક, મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક સુખાકારી વધારી યોગની અપાર સંભાવનાઓને પ્રકાશિત કરવાનો છે.

બી‌.જે.મેડિકલ કૉલેજમાં આયોજિત યોગ કાર્યક્રમમાં અસારવાના ધારાસભ્ય શ્રી દર્શનાબેન વાઘેલા, સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોશી, હોસ્પિટલના વિવિધ વિભાગોના વડા, તબીબો, નર્સિંગ સ્ટાફ, મેડિકલ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા…

૦૦૦૦૦૦૦૦૦૦