ગોપાલપુરામાં વાંદરાનો ફરી થી આંતક. ત્રણવાર પકડાયા પછી ફરીથી વાનરે આતંક મચાવ્યો.

ગોપાલપુરામાં વાંદરાનો ફરી થી આંતક.
ત્રણવાર પકડાયા પછી ફરીથી વાનરે આતંક મચાવ્યો.
રાજપીપળા,તા.28
છેલ્લા ઘણા સમયથી ગોપાલપુરા ગામમાં વાંદરા નો ટોળે ટોળા ગામના ઘરોમાં ઘૂસી જાય છે.અને ગાડીઓ કાચ, ઘરની બારીઓના કાચ, વૉશ બેસીંગના કાચ ,તિજોરી ના કાચ તેમજ ટીવી તેમજ જે કાચની વસ્તુ દેખાય તે તોડી નાખી નુકસાન કરતા રહીશોમાં ફફડાટ સાથે ચિંતાનો વિષય બન્યો છે.
આવા કૃત્યના ત્રાસથી વન વિભાગ સહયોગથી પીંજરું બેસાડેલ જેમાં અત્યારસુધી ત્રણ વાર વાંદર ઝડપાઇ હતા.પણ ફરીથી વાનરોનો ત્રાસ શરૂ થયો હતો .જેને વનવિભાગ તરફ મૂકી આવેલ પરંતુ નજીકમાં છોડવાનાના કારણે ફરીથી હાલમાં એ જ વાંદર કે તેનો કોઈ ભાઈ આવી ગોપાલપુરામાં ગાડીઓના કાચ, ઘરમાં ઘૂસી ટીવી વી જે કાચ દેખાય તે તોડી રહીયો છે અને આંતક મચાવેલ છે જેથી વનવિભાગ આ બાબતે કોઈ નક્કર તેમજ યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે .

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા