નાંદોદના ધાસરાભ્યએ વિધાન સભામાં ચોંકાવનારી વિગત જણાવી નર્મદા માં પ્રાથમિક શાળાના બાળકોને વાંચતા આવડતું નથી!

આદિવાસી વિસ્તારમાં ભણાવતા શિક્ષકોને આદિવાસી ભાષામાં ભણાવવાની સરકાર ટ્રેનિંગ આપે: પી.ડી.વસાવા

રાજપીપળા: તા 28

ગુજરાત વિધાનસભા સત્રમાં નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા એઆગાઉ શિક્ષણ ના પ્રશ્ને મહત્વ ના ઘણા પ્રશ્નો પૂછી સરકાર ને આડે હાથે લીધા હતા. હવે શિક્ષણ ક્ષેત્રેતેમણે સરકારની વધુ એક પોલ ખોલી છે. નર્મદા માં પ્રાથમિક શાળાના બાળકોને વાંચતા આવડતું નથી!એમ જણાવ્યું

તેમણે કોરોનાકાળમાં ખાનગી શાળાઓએ લીધેલી ફી પાછી અપાવવાની માગ કરી છે. શિક્ષણ ક્ષેત્રે સરકારના પ્રયાસો થકી આદિવાસી વિસ્તારમાં ખૂબ પ્રગતિ થઈ છે એ વાતનો છેદ ઉડાડતા નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવાએ વિધાનસભામાં કહ્યું કે સરકારના પ્રયત્નો છતાં પ્રાથમિક શાળાના બાળકોને વાંચતા આવડતું નથી.!

ગુજરાત વિધાનસભા સત્રમાં શિક્ષણના વિષય પર નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવાએ રજૂઆતો કરી હતી, એમણે જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષણને ગુણવત્તા વાળુ બનાવવા સરકાર પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા કાર્યક્રમો કરે છે છતાં પ્રાથમિક શાળાના બાળકોને વાંચતા પણ આવડતું નથી, હવે એના માટે સરકારે શુ કરવું જોઈએ એ સરકારનો વિષય છે

જે શાળામાં સંખ્યા ન હોય એ શાળાને અન્ય શાળા જોડે મર્જ કરવાની સરકારની વિચારણા છે, નર્મદા જિલ્લામાં તો એવી ઘણી શાળાઓ છે.નર્મદાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં બસની કે વાહન વ્યવહારની પણ સગવડ નથી ત્યારે એવા ગામની શાળાને જો મર્જ કરાશે તો બાળકો ભણવા જશે જ નહીં.

નાંદોદ MLA પી.ડી.વસાવા એ રજૂઆતમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાની માધ્યમિક શાળાના શિક્ષકો અને કોલેજના અધ્યાપકોની 5 વર્ષની નોકરી સળંગ ગણી એમને પણ જુદા જુદા લાભો આપવામાં આવે, અધ્યાપક સહાયકોને ફાજલનું રક્ષણ આપવામાં આવે.કોરોના કાળમાં જે પણ શાળાએ વિદ્યાર્થીઓ પાસેથી ફી લીધી છે એ 100% ફી પરત કરવામાં આવે.
નર્મદા જિલ્લામાં 4 વર્ષ પહેલાં બનેલી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટીમાં કાયમી અને આસિસ્ટન્ટ પ્રોફેસર તથા બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવામાં આવે.રાજપીપળાની ઝાંસીની રાણી લક્ષીબાઈ તેમજ શ્યામજી પ્રસાદ પ્રાથમિક શાળાને ડીમોલિશનની નોટિસ મળી છે ત્યારે ત્યાંના વિદ્યાર્થીઓની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.

સ્કૂલોને પરિણામ આધારિત ગ્રાન્ટ નહીં પરંતુ વર્ગ આધારિત ગ્રાંટ અપાવી જોઈએ.આશ્રમ શાળાના મકાન બાંધકામ માટે સહાય અપાવી સહિત ભિન્ન ભિન્ન માંગણીઓ સરકાર પાસે પોતાના વિસ્તાર માટે કરી હતી.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા