રાજપીપલા પોલીસે ખાનગી વાહન ચાલકોને ખદેડ્યા પછી પણ પુનઃ ખાડા મા ગેરકાયદેસર સ્ટેન્ડ ઉભું કરી દીધું.!

રાજપીપલા સંતોષ ચાર રસ્તે વડા પ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફોર લેન બની રહેલા રોડના ચાલતા બાંધકામ વાળા ખોદેલા રોડની અંદર ખાનગી વાહન ચાલકોએ ગેરકાયદે પાર્કિંગ સ્ટેન્ડ ઉભું કર્યું.!

સંતોષ ચાર રસ્તા પાસે ઉભેલી ટ્રાફિક પોલીસ કહે છે -ખાનગી વાહનોવાળા અમને ગાંઠતા નથી.

રાજપીપલા પોલીસે ખાનગી વાહન ચાલકોને ખદેડ્યા પછી પણ પુનઃ ખાડા મા ગેરકાયદેસર સ્ટેન્ડ ઉભું કરી દીધું.!

પોલીસની કાર્યવાહીની ઐસીકી તૈસી!

સંતોષ ચાર રસ્તાની ટ્રાફિક પોલીસ શોભાના ગાંઠિયા સમાન..

રાજપીપલામા ખાનગી વાહન ચાલકો ગમે ત્યાં આડેધડ વાહનો પાર્કિંગ કરી લોકોને પરેશાન કરી રહ્યા છે.

રાજપીપલા, તા29

હાલ રાજપીપલામા વડિયા જકાત નાકા રોડથી સંતોષ ચાર રસ્તા સુધી મહાવિદ્યાલય રોડ પર વડા પ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફોર લેન બની રહેલા રોડને પહોળો કરવાનું કામકાજ ચાલી રહ્યું છે. એક સાઈડ રોડ ઊંડો ખોદી નાંખ્યો છે.તેથી આવતા જતા વાહનો એક જ સાઈડથી વાહનો દોડી રહ્યા હોઈ અહીં ટ્રાફિક જામ થઈ જાય છે. એવા સંજોગોમાં સન્તોષ ચાર રસ્તા પાસે મહેતા કોમ્પ્લેક્ષથી માંડીને કેનેરા બેન્ક, નવી બની રહેલી સ્ટેટ બેન્ક પાસેઅને તેથી આગળ બીજા ના ઘરો પાસેની ગલીઓમા આડેધડ ખાનગી વાહનો મારુતિ વાન, ટેંપા, રીક્ષા જેવા વાહનો ગમે ત્યાં ઉભા રાખી ગેર કાયદે સ્ટેન્ડ ઉભું કરી દેતા અહીંના સ્થાનિક રહીશો માટે આ ખાનગી વાહનો અડચણ રૂપ અને ત્રાસ રૂપ બની ગયા છે. આ અંગે જિલ્લા પોલીસ વડાને રજુઆત કર્યા બાદ પોલીસ તંત્રએ સંતોષ ચાર રસ્તા પાસેના વાહનો અને આગળ જતા રોડ ના ચલતા કામકાજ વાળા ખાડા મા કરેલવાહનો હટાવ્યા હતા. પણ પોલીસના કાયદાની ઐસી કી તૈસી કરી બીજે દિવસથી આ ખાનગી વાહન ચાલકોએ ફરીથી ખાડામાં વાહનો પાર્ક કરી હવે ખાડામાં ગેરકાયદે પાર્કિંગ સ્ટેન્ડબનાવી વાહનો પુનઃ પાર્ક કરી દીધા છે.આ વાહન ચાલકને પોલીસનો કોઈડર લાગતો નથી. પીએસઆઇ ની હાજરીમા ફરજ પરનો ટ્રાફિક પોલીસ ખુદ કહે છે સાહેબ અમે કહીએ તો પણ આ લોકો અમારું માનતા નથી. આ લોકો અમને ગાંઠતા નથી. આવું ખુદ ટ્રાફિક વાળા આવું કહેતા હોય તો ત્યારે અહીં ટ્રાફિક પોલીસ નિષ્ફ્ળ અને શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ છે!

રાજપીપલા સન્તોષ ચાર રસ્તા પરથી સ્ટેચ્યુ પર જવાનો મહાવિદ્યાલય તરફ જતા હાઇવે રોડ સતત 24કલાક ટ્રાફિક થી ભરચક હોય છે. ઘણી વાર અહીં ટ્રાફિક જામ પણ થઈ જાય છે.અહીં કાયમી ટ્રાફિક પોલીસ પોઇન્ટ ની જરૂર છે.અહીં અગાઉ કલેકટરે નો પાર્કિંગ ઝોન જાહેર કરેલ છે.છતાં પણ પોલીસના ડર વગર બિંધાસ્ત બે રોકટોક ખાનગી વાહન ચાલકો ગમે ત્યાં મનમાની રીતે ગેરકાયદે પાર્કિગઉભું કરી સમૂહમા ખાનગી વાહનો પાર્ક કરે છે.
હાલ કોરોના ચાલી રહ્યો છે ત્યારે ગામડાના લોકોને બેસાડતા ખાનગી વાહનો કોરોનાના વાહક બની રહ્યા છે. આ વાહનને સેનેટાઇઝડ કરાતું નથી.માસ્ક વગરના લોકોને બેસાડવામા આવે છે. ચાલક ખુદ માસ્ક નથી પહેરતા. અને વાહનમાં કોઈ પણ જાતના સોસીયલ ડિસ્ટન્સનું પાલન નથી કરતા. જેને કારણે આજુબાજુ ના સ્થનિકો પણ કોરોના સંક્રમિત થવાની ભીતિ સેવી રહ્યા છે.ત્યારે સંતોષચાર રસ્તા પાસે મહેતા કોમ્પ્લેક્ષથી કેનેરા બેન્ક, નવી બની રહેલ સ્ટેટ બેન્ક અને ત્યાંથી આગળ રોડ નાચાલતા કામ વચ્ચે ખોદેલા ખાડામાં ગેરકાયદેસર ખાનગી વાહનોનું પાર્કિગ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને તેમની સામે દંડની કાર્યવાહી ધરે એવી લોકો ની માંગ છે. અન્યથા સ્થાનિકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનો વારો આવશે એમ જાણવા મળેલ છે.

તસવીર : દીપક જગતાપ, રાજપીપલા