માતા નશામાં ધૂત થઇ પડી રહી, દોઢ માસની બાળકી દૂધ વગર તડપીને દુનિયા છોડી ગઈ

છત્તીસગઢમાં જનેતાને લજાવતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં માતા રાજમિત કૌર રાતભર દારૂ પીને બેભાન પડી રહી હતી અને તેની દોઢ માસની માસુમ બાળકીએ દૂધ વગર ટળવળીને છેવટે આ દુનિયાને અલવિદા કહી દીધી. હદ તો ત્યારે થઇ કે જયારે રાજમિત સવારે ઉઠી અને તેને ખ્યાલ આવ્યો કે બાળકીનું મોત થયું છે તો તેને ફરીથી દારૂ પીને બેભાન થઇ ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથધરી છે.