નર્મદા સુગર ફેકટરીને 2019-20 ના વર્ષ માટે ઉચ્ચરિકવરી સાથે સુદઢ નાણાકીય આયોજન માટે રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયો.

નર્મદા સુગર ફેકટરીને 2019-20 ના વર્ષ માટે
ઉચ્ચરિકવરી સાથે સુદઢ નાણાકીય આયોજન માટે રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયો.
ચાલુ વર્ષે બીજો એવોર્ડ મળતા નર્મદા સુગર પરિવારમા ખુશીનું મોજુ.
રાજપીપળા, તા.29
ભરુચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન ધારિખેડાની નર્મદા સુગર ફેક્ટરીને વધુ એકરાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે.શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી,ધારીખેડા નર્મદા સુગરને 2019-20 ના વર્ષ માટે ઉચ્ચ રિકવરી સાથે સુદઢ નાણાકીય આયોજન માટે (ફર્સ્ટ એવોર્ડ ફોર ફાયનાન્શિયલ મેનેજમેન્ટ ઇન હાઈ રિકવરી એરીયા)નોઆ એવોર્ડ 2019ના સિઝન માટે કોરોનાકપરા સંજોગો મા યસસ્વી કામગીરી બદલ આ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
આ એવોર્ડ નેશનલ ફેડરેશન ઓફ કો- ઓપરેટીવ સુગર ફેકટરી તરફથી આપવાની જાહેરાત થઈ છે. આ વર્ષે સંસ્થાને વર્ષનો બીજો એવોર્ડ એનાયત થયો છે.અગાઉ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ નર્મદા સુગર ફેકટરીના ચેરમેન ઘનશ્યામ પટેલને ઇન્ડસ્ટ્રીયલ એક્સલન્સ રાષ્ટ્રીય એવોર્ડ થી ધી સુગર ટેક્નોલોજી એસોસિયેશન ઓફ ઇન્ડિયા નવી દિલ્હી અને મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વાર 77 માં એન્યુઅલ કન્વેશનલ દ્વારા આપવામાં આવ્યો હતો.
નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ ભાઈ પટેલને આ એવોર્ડ આગામી 26 માર્ચ 21ના રોજ નેશનલ સુગર ફેડરેશન તરફથી કેવડિયા કોલોની ખાતે આવેલ એકતા ઓડિટોરિયમ હોલમા યોજાનાર ટેકનિકલ એવોર્ડ ફંક્શનમા એનાયત કરાશે.આ અગાઉ ખાંડની ઉત્તમ ગુણવત્તા, કરકસર યુક્ત વહીવટ તેમજ મેનેજમેન્ટ ,તથા મહત્તમ એક્સપોર્ટની કામગીરી માટે પણ રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રીય એવોર્ડ મળી ચૂક્યા છે.
આ જ વર્ષનો આ આ બીજો એવોર્ડ મળવાથી ખેડૂતો આનંદીત થયા છે.12 રાષ્ટ્રીય એવોર્ડ અને 7 રાજ્યકક્ષાના એવોર્ડ સાથે કૂલ 19 એવોર્ડ નર્મદા ધારીખેડા સુગર ફેકટરીના નામે થઇ ચૂક્યા છે. ત્યારે નર્મદા સુગર ફેક્ટરીના કર્મચારીઓ અને શેર હોલ્ડરોમાંખુશીની લાગણી વ્યાપી ગઈ છે અને ચેરમેન ઘનશ્યામભાઈ પટેલને એમડી નરેન્દ્રભાઈ પટેલ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને કર્મચારીઓ સહિત સભાસદોએ અભિનંદન પાઠવ્યા હતા.
તસ્વીર: જ્યોતિ જગતાપ ,રાજપીપળા