*RBIએ વ્યાજદરો જાળવી રાખતાં શેરોમાં સતત ચોથા દિવસે તેજીની આગેકૂચ*

અમદાવાદઃ રિઝર્વ બેન્કે ધિરાણ નીતિની જાહેર કર્યા બાદ શેરબજારોમાં સતત ચોથા દિવસે તેજીથઈ હતી. જેથી સેન્સેક્સ 163 પોઇન્ટ ઊછળીને 41,306ના મથાળે બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 48 પોઇન્ટ વધીને 12,137ના મથાળે બંધ આવ્યો હતો. આરબીઆઇએ આગામી સમયમાં એકોમોડેટિવ વલણ રાખીને વ્યાજકાપના સંકેતો આપ્યા હતા