ભગવાન શિવથી પાર્વતીજી નારાજ થયા હતાં, ભગવાન શિવે પત્નીને ખૂશ કરવા લાકડાની કઠપૂતળીમાં પ્રવેશ કર્યો અને પત્નીને મનોરંજન આપી ખુશ કર્યા. ભારતમાં કઠપૂતળીના ખેલનો જન્મ ભગવાન મહાદેવના હાથે થયો.

*” बाबूमोशाय, ज़िन्दगी और मौत ऊपरवाले के हाथ है जहाँपनाह उससे न तोह आप बदल सकते हैं न मैं, हम सब तो रंगमंच की कठपुतलियाँ हैं जिनकी डोर ऊपरवाले की उंगलियों में बंधी हैं,कब, कौन, कैसे उठेगा यह कोई नहीं बता सकता है !”*
સમજે? ભગવાન શિવથી પાર્વતીજી નારાજ થયા હતાં, ભગવાન શિવે પત્નીને ખૂશ કરવા લાકડાની કઠપૂતળીમાં પ્રવેશ કર્યો અને પત્નીને મનોરંજન આપી ખુશ કર્યા. ભારતમાં કઠપૂતળીના ખેલનો જન્મ ભગવાન મહાદેવના હાથે થયો….
*વિશ્વ થિયેટર દિવસ પર શુભકામનાઓ…..*
નવી જનરેશન વિક્રમાદિત્યની બત્રીસ પૂતળીઓની વાર્તા વાંચતી હશે કે કેમ એ ખબર નથી પણ આપણે નાના હતાં ત્યારે બત્રીસ પૂતળીઓની વાર્તા લગભગ બધા વાંચતા, કઠપૂતળીનો ઇતિહાસ આશરે પચ્ચીસસો વર્ષ પ્રાચીન છે, પાણિનીના નટસૂત્રમાં કઠપૂતળીના ઉલ્લેખો છે. બે હજાર વર્ષ પહેલાં પણ નાટકો કઠપૂતળીના માધ્યમથી ભજવાતા હતાં.
ભારતથી પડોશી દેશો થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, ફિલિપાઇન્સ, વિયેટનામ,કોરિયા વગેરેમાં કઠપૂતળી પહોંચી, ત્યાંથી ચીન થઈ રશિયા અને યુરોપ સુધી ફેલાતી ગઇ. મહત્વની વાત એ છે ત્યાં કઠપૂતળીની કળાનો આધુનિક જ્ઞાન સાથે વિકાસ થયો અને આજે તેને જાળવવા સુંદર પ્રયાસો પણ થાય છે. કઠપૂતળીના ખેલ પરથી અનેક પોપ્યુલર ટીવી શોઝ પણ થાય છે. ઇવન કાર્નિવલમાં પણ પ્રાણીઓની પ્રતિકૃતિ પણ કઠપૂતળી કળા પર આધારિત છે. આજકાલ શેડોનો ઉપયોગ કરીને પણ આ કળાનો ઉપયોગ ઘણી કમર્શિયલ એડમાં પણ જોવા મળે છે.
એ જ રીતે એવું માનવામાં આવે છે કે ગ્રીસથી કઠપૂતળી કળા વિકાસ પામી હતી…. ઇવન ઇજીપ્તમાં પણ આ કળા પૌરાણિક યુગથી વિકસી હતી. આપણે બંને વાતો સાથે એટલો વાંધો નથી… વાંધો તો એ છે કે ભગવાન શીવે આપેલી આ કળાને બચાવવા પ્રયત્નો ઘણા ઓછા છે…
યુરોપિયન દાર્શનિક એરિસ્ટોટલ અને પ્લટોએ કઠપૂતળી વિશે લખ્યું છે, હોમરના પૌરાણિક નાટકો ઇલિયાડ અને ઓડીસી કઠપૂતળી દ્વારા રજૂ થયા હતાં.
ભારતની વાત કરીએ તો આપણી લોકકથાઓને જીવંત રાખવા માટે કઠપૂતળીઓના ખેલ અને કલાકારોનો આભાર માનવો જોઈએ. અમરસિંહ રાઠોડ, પૃથ્વીરાજ ચૌહાણ, લૈલા મજનુ, શીરી ફરહાદ કે હીર રાંઝા જેવા કથાકનો સાથે અનેક સામાયિક વિષયોની વાતો કહીને સમાજના ઉત્થાન માટે મોટો ફાળો આપ્યો છે. કઠપૂતળીના વસ્ત્રો, રંગો, ચિત્રો અને ગીતો પરથી જે તે સ્થળની સંસ્કૃતિનો અભ્યાસ કરવા મદદ મળે છે. જો કે સમયની માંગ મુજબ આધુનિક વાર્તાઓ આવશે તો નવી જનરેશન આકર્ષાશે, બાકી હેરિટેજ થઈને રહી જશે.
કેટલાય દાયકાઓથી વિદેશોના અનેક સ્ટુડિયોમાં સ્વતંત્ર પપેટ ડિઝાઇન ડિપાર્ટમેન્ટ કામ કરતું હોય છે, જે પપેટની ડિઝાઇન, ડાયલોગ, ડ્રેસ, નામકરણ, એન્ટરટેઇનમેન્ટ, સ્ટોરીલાઇન, ડાયલોગ ડિલિવરી મેથડ જેવા વિષયો પર ડિટેઇલમાં કામ કરે છે…. ક્લાસિક પપેટ એનિમેશન ફિલ્મો આમ જ થોડી બને?
આપણે ગુજરાતીઓએ રાજસ્થાની કઠપૂતળીના ખેલ વધારે જોયા છે, કપડાની કઠપૂતળીને દોરા વડે બાંધી આંગળીઓથી નચાવતા બજાણિયા જોયા છે. આ શૈલીની વિશેષતા એ છે કે કઠપૂતળીના પહેરવેશ પરથી ખબર પડી જાય કે કોણ રાજા છે અને કોણ પ્રજા…ઓરિસ્સામાં કુંદેઈ, મહારાષ્ટ્રમાં માલાસૂત્રી કે તમિલનાડુમાં બોમલટ્ટમ શૈલી જાણિતી છે. કેરાલામાં કઠપૂતળી નચાવતા નચાવતા પ્રેક્ષકોને પણ નચાવવામાં આવે છે.
દક્ષિણ ભારતમાં કઠપૂતળી જાનવરોના ચામડામાંથી બને છે પણ બંગાળમાં ડંડા સાથે કઠપૂતળી બાંધી નાચ નચાવવામાં આવે છે….
આજકાલ કોરોના યુગમાં એજ્યુકેશ સિસ્ટમ સ્વિચ ઓફ મોડમાં છે, કઠપૂતળી પ્રકારના મનોરંજક કળાના માધ્યમથી બાળકોમાં શિક્ષણ સાથે સાહસ, શૌર્ય, સહકાર, સમાનતા, સદવિચાર જેવા આઉટડેટેડ સબ્જેક્ટ શીખવી શકાય?