*મહિલા શક્તિની અભેદ યાત્રા: ગુજરાત એનસીસીની 13 દીકરીઓ કન્યાકુમારીથી દિલ્હી સુધી સાઇકલ યાત્રાએ નીકળી*
અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાતની 13 દીકરીઓ કન્યાકુમારી થી દિલ્હી સાઇકલ યાત્રાએ નીકળી છે જે અમદાવાદ લો ગાર્ડન એનસીસી હેડ ક્વાર્ટર પહોંચી હતી જ્યાં તેમને પ્રોત્સાહિત તેમજ સન્માનિત કરવામાં આવી હતી.
દેશની દીકરીઓ વિવિધ ક્ષેત્રમાં પોતાનું નામ અને દેશનું નામ રોશન કરવામાં પુરુષોથી કદમ થી કદમ મેળવી આગળ વધી રહી છે અને સક્ષમ બની રહી છે ત્યારે મહિલા સશક્તિકરણ અને મહિલા જાગૃતિનો મુખ્ય હેતુ સાથે ગુજરાતના સુરત અને વડોદરા શહેરની 13 જેટલી એનસીસી કેડેટ્સ યુવતીઓ કન્યાકુમારી થી દિલ્હી સુધીની સાઇકલ યાત્રા કરી રહી છે જેઓ અમદાવાદ એનસીસી હેડક્વાર્ટર પહોંચી હતી જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
NCC કેડરમાં જોડાયેલી 13 કોલેજ ગુજરાતની દીકરીઓ 8 ડિસેમ્બરના રોજ સાયકલયાત્રા શરૂ કરી હતી.અને તેઓ અત્યાર સુધી 2400 કિમીનું અંતર કાપી ચુકી છે અને રોજનું અંદાજે 100 કિમિ ઉપરનું અંતર કાપે છે. 21 જાન્યુઆરીના રોજ 3225 કિમીનું અંતર પૂરું કરતા આ સાઇકલ યાત્રા દિલ્હી પહોંચશે જ્યાં 27 મીએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમની આ યાત્રાનું ફ્લેગ ઇન કરશે. તે પહેલાં 8મી જાન્યુઆરીએ આ દીકરીઓ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે રાજભવનમાં મુલાકાત કરશે તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પણ મળશે અને મુખ્યમંત્રી તેમને આગળની યાત્રા માટે ફ્લેગ ઓફ કરાવશે.
આ પ્રસંગે એનસીસી ગુજરાત, દિવ અને દમણના એડીજી મેજર જનરલ શામુંગમ જી, ને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું તેમજ પેરા સાયકલીસ્ટમાં આંતરાષ્ટ્રીય મેડલ વિજેતા ગીતા રાવ ખાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને આ દીકરીઓને પ્રોત્સાહિત કરતા ફ્લેગ ઇન કરાવ્યું હતું. આ ઉપરાંત કૂપવાડામાં આતંકવાદીઓ સાથે અથડામણમાં વીર ગતિ પામેલ મેજર ઋષિકેશ રામણીના માતા ગીતાબેન અને પિતા વલ્લભભાઈ રામાણી સહિત એનસીસીના અધિકારીઓ તેમજ કેડેટ્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.