પ્રોહિબિશનના ગુના નામના બુટલેગરને પાસામાં ધકેલતી નર્મદા એલસીબી નર્મદા પોલીસ.
આરોપી ભીલાડવાપીથી ઝડપાયો.
પાસા હેઠળ અટક કરી પોલીસ જાપ્તા સાથે આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી મોકલી અપાયો.
રાજપીપળા, તા. 26
નર્મદા જિલ્લામાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ બુટલેગરને પાસામાં ધકેલી દેવાયો છે. નર્મદા એલસીબી નર્મદા પોલીસે આરોપીને ભીલાડ વાપી થી ઝડપી પાડી આરોપીની પાસા હેઠળ અટક કરી પોલીસ જાપ્તા સાથે આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી અપાયો છે.
પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ વધુ એક બુટલેગરને નર્મદા એલસીબી નર્મદા પોલીસે પાસામાં ધકેલાયો છે. હિમકરસિંહ પોલીસ અધિક્ષક નર્મદાની માર્ગદર્શન અને સુચના મુજબ જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા આચરવામાં આવતી પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા સારું સખત અટકાયતી પગલાં લેવા સૂચના અને માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીએ જિલ્લામાં વિદેશી દારૂની હેરફેર કરતા ઈસમો ઉપર અંકુશમાં વોચ ગોઠવી હતી. રાજપીપળા તથા દેડીયાપાડા વિસ્તારના ગુના વિદેશી દારૂની હેરાફેરી તેમજ વેચાણ કરવાના ઈરાદે પકડાયેલા આરોપી કિરણભાઈ ઇશ્વરભાઇ વસાવા (રહે, માંડણ કુવાવાળું ફળિયું,) રાજપીપળા પોલીસ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદાને મોકલવામાં આવી હતી. સામાવાળા વિરુદ્ધ ગુનાઓને ધ્યાને રાખી જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદાએ પાસા હેઠળ અટક કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલવા સારું કામ કરતા કિરણભાઈને એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા ગીરીરાજ હોટલ,ભીલાડ, વાપી થી જ ઝડપી પાસા હેઠળ અટક કરી પોલીસ જાપ્તા સાથે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ,રાજપીપળા