સચિવાલયના તમામ કર્મચારીઓને અપાશે કોરોનાની વેક્સિન, મુખ્યપ્રધાને આપી સુચના

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહિ છે ત્યારે પ્રધાનો, ધારાસભ્યો કે સચિવાલયના અધિકારીઓ પણ બાકાત રહ્યાં નથી. જેને લઈ મુખ્યપ્રધાન રૂપાણીએ, ગુજરાતના તમામ પ્રધાનોના અંગત સ્ટાફને કોરોના વેક્સિન લેવા માટે સુચના આપી છે. રાજ્ય પ્રધાન મંડળના તમામ સ્ટાફ ઉપરાંત સચિવાલયના તમામ કર્મચારીઓને પણ કોરોના સામે રક્ષણ આપવા માટે કોરોનાની વેક્સિના આપવાનો નિર્ણય કર્યો છે.