એ.સી.બી. સફળ ટ્રેપ,

એ.સી.બી. સફળ ટ્રેપ,

 

ટોલ ફ્રી – ૧૦૬૪

 

ફરિયાદી: એક જાગૃત નાગરિક

 

આરોપી : આશીષભાઈ માયાભાઈ કુવાડીયા, અ.પો.કો.,બ.નં.૯૨૮, લોકલ ક્રાઇમ બ્રાન્ચ વલસાડ જિ.વલસાડ હાલ રહે. ઈ-૨૦૧, શુભમ ગ્રીન સીટી, બગવાડા, ઉદવાડા ટોલનાકા જિ.વલસાડ.

 

લાંચની માંગણીની રકમ : રૂા.૩,૦૦,૦૦૦/-

 

લાંચ સ્વીકાર્યાની રકમ: રૂા.૩,૦૦,૦૦૦/-

 

લાંચની રિકવરી ની રકમ: રૂા. ૩,૦૦,૦૦૦/-

 

ગુન્હો બન્યા તારીખ: તા.૨૯/૦૧/૨૦૨૪

 

ગુન્હાનું સ્થળ: ઉદવાડા ઓવરબ્રિજ ઉતરી ડાબી બાજુ સર્વિસ રોડ પર આવેલ ગેરેજ નજીક સર્વિસ રોડ પર તા.જિ.વલસાડ

 

ગુન્હાની ટુંક વિગત:

આ કામનાં ફરિયાદી અગાઉ ઈંગ્લિશ દારૂનો ધંધો કરતા હોય અને હાલ દારૂનો ધંધો ન કરતો હોવા છતાં આ કામના આરોપીએ વલસાડ જિલ્લામાં દારૂનાં કેસોમાં ફરિયાદીનુ નામ ખોટી રીતે ખોલી ખોટા કેસો કરવાની ધમકી આપી રૂ.૫,૦૦,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ. જે રકઝક નાં અંતે રૂ.૩,૦૦,૦૦૦/- આપવાનાં નક્કી કરેલ જે લાંચની રકમ રૂ.૩,૦૦,૦૦૦/- ફરિયાદી આરોપીને આપવા માંગતા ન હોય, ફરિયાદીએ એ.સી.બી. પો.સ્ટે. ભરૂચ ખાતે આવી ફરિયાદ આપતા, જે ફરિયાદીની ફરિયાદના આધારે લાંચ નાં છટકાનું આયોજન કરતા, આરોપીએ ફરિયાદી પાસેથી આજરોજ રૂા.૩,૦૦,૦૦૦/-ની લાંચની માંગણી કરી લાંચની રકમ આરોપીએ સ્વીકારી પોતાની ગાડીમાં મુકાવી એ.સી.બી.ની રેઈડ જોઈ ગાડી મુકી નાસી જઈ ગુન્હો કર્યા વિગેરે બાબત.

 

ટ્રેપીંગ અધિકારી: એસ. વી. વસાવા, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પો.સ્ટે. ભરૂચ તથા એ.સી.બી. સ્ટાફ ભરૂચ.

 

સુપરવિઝન અધિકારી: પી. એચ. ભેંસાણીયા, મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા.