રૂ.10, 720 /- રોકડા 5 નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂ.24220/- નો મુદ્દામાલ ઝડપાયો.
ચાર જુગારીઓની ધરપકડ.
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ચીચડીયા ગામે કબીર મંદિરની પાછળના ભાગે ખેતરના શેઢા પાસે આવેલ વાડની ઓથામાં રમતા જુગારના અડ્ડા પર પોલીસે રેડ કરતા દોડધામ મચી જવા પામી છે જેમાં રૂ.10, 720 /- રોકડા તથા 5 નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 24220/- નો મુદ્દામાલ ઝડપી પાડી ચાર જુગારીઓને પોલીસે ધરપકડ કરી છે.
જેમાં ફરિયાદી હેડ કોન્સ્ટેબલ અશ્વિનકુમાર રમણભાઈએ આરોપી અંબાલાલ હીરભાઈ તડવી, નરેશભાઈ ગણપતભાઈ તડવી, નિતેશભાઇ ગોરધનભાઈ તડવી, ત્રણેય (રહે, ચીચડીયા), અનિલભાઈ રઘુભાઈ તડવી (રહે ઉન્ડવા), કમલેશભાઈ મહેશભાઈ ભીલ (રહે ગૂંણેથા) સામે ફરિયાદ દાખલ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ચીચડીયા ગામે આવેલ કબીર મંદિરની પાછળના ભાગે ખેતરના શેઢાની પાસે આવેલ વાડની ઓથમાં જાહેરમાં પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા હોય પોલીસ રેડ કરી હતી. જેમાં અંગજડતીના રૂ. 9200 /- તથા દાવ ઉપરના રૃ.1520 /- મળી કુલ રૂ.10,720 /- તથા પતાપાના 52 નંગ મોબાઈલ નંગ -5 જેની કુલ કિંમત 13,500 /- મળી કુલ રૂ.24220/- નો મુદ્દામાલ સાથે ચારેય ઈસમોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.