ગાંધીધામ નવી સુંદરપુરી પૂજ્ય ધણી માતંગદેવ રોડ ગાંધીધામ વિધાનસભાના ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

ગાંધીધામ નવી સુંદરપુરી પૂજ્ય માતંગદેવ રોડ/રામબાગ રોડ પાણીના ટાંકાથી હોમ સિનેમા ટોકીઝ સુધી એસી લાખના ખર્ચે ડામર રોડ મંજુર કરાયું ગાંધીધામ વિધાનસભાના ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

આ રોડની ઘણા સમયથી મોટા મોટા ખાડાઓ પડી ગયેલ હતા તેમજ આ રોડ ઉપર અનેક અકસ્માત ના બનાવો બનતા હતા

આ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા રહેતી હતી આ રોડ બનાવવા માટે.અનેક સામાજિક આગેવાન દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવેલ હતી

પ્રસંગે નગરપાલિકાના અધ્યક્ષ શ્રી કારોબારી ચેરમેન ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા

ગાંધીધામ

તારીખ 22/1/2023