મુખ્ય સમાચાર.

*નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન*
નાયબ મુખ્યમંત્રીને અનલોક-2 વિશે પ્રશ્ન પૂછાતા તેમણે કહ્યું કે અનલોક 2 અંગે રાજ્ય સરકારે વિચારણા નથી કરી પણ કેન્દ્ર સરકાર જે પ્રકારે માર્ગદર્શન આપશે એ પ્રકારે રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ વધુમાં વધુ છૂટછાટ આપવા સંદર્ભમાં સંકેત અપાયા છે તે જ પ્રમાણે રાજ્ય સરકાર પણ કરશે.રાજ્યમાં 1 જુલાઈથી રાત્રિ કર્ફ્યુ 12થી સવારના 5 સુધી રાખવા અને ધંધા રોજગાર 10 વાગ્યા સુધી ચાલુ રાખવાની વિચારણા
***********
*CBSEની ધોરણ 10ની પરીક્ષાઓ રદ*
1થી 15 જુલાઇની વચ્ચે લેવાનાર CBSEની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ રદ થઇ ગઇ છે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગુરવારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે આ વર્ષની ધોરણ 10 અને 12ની બાકીની પરીક્ષાઓ નહી લેવાય.આ પરીક્ષાઓ 1 જુલાઇથી 15 જુલાઇ વચ્ચે લેવાવાની હતી. ધોરણ 10ની પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે. જ્યારે ધોરણ 12ની પરીક્ષાઓ જ્યારે સ્થિતિ સામાન્ય થશે ત્યારે લામાં આવશે.
**********
*રથયાત્રા વિવાદ: મહંતે ફેરવી તોળ્યું*
*રથયાત્રાને લઇને રાજકારણ કે પછી રાજકારણનો ભોગ બની રથયાત્રા*
અમદાવાદ. રથયાત્રા ન યોજાતા નારાજ થયેલા મહંત દિલિપદાસજી ગૃહરાજ્યમંત્રી સાથેની બેઠક બાદ ફેરવી તોળ્યું હતું મહંત દિલિપદાસજીએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે સરકારે તો બહુ મહેનત કરી હતી સરકાર કે વ્યક્તિ સામે નારાજગી નથી
**********
*મહાનગરપાલિકાએ 37 ખાનગી હોસ્પિટલ સાથે MoU કર્યા*
સુરત કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. શહેરમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યાં છે. જેથી મહાનગરપાલિકા દ્વારા ગંભીર પરિસ્થિતિમાં પહોંચી વળવા આયોજન કરવામાં આવ્યું છે. સ્મીમેર હોસ્પિટલની સાથે સાથે કોરોના દર્દીઓની સારવાર માટે 37 જેટલી ખાનગી હોસ્પિટલ સાથે MoU કરવામાં આવ્યાં છે. જેથી ખાનગી હોસ્પિટલમાં પણ હવેથી રિઝર્વ બેડ રાખવામાં આવશે. પાલિકા દ્વારા એટ યોર ડોર સ્ટેપ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા અંગે મેયરે કહ્યું કે, સામાન્ય લક્ષણો હોય ત્યારે જ દર્દી 104 નંબર પર ફોન કરે એટલે પાલિકાની ટીમ તેમની ઘરે પહોંચીને યોગ્ય સારવાર શરૂ કરી દેશે.
***********
*પાલિકા લોકોના ઘરે જઈ સારવારની વ્યવસ્થા કરશે*
સુરતપાલિકાના મેયર ડો. જગદીશ પટેલએ જણાવ્યું હતું કે, બીક અને જાણકારીના અભાવે મેડિકલ સ્ટોરમાંથી દવા લેતા તેવા બનાવોના કારણે ગંભીરતા વધી જાય છે. 104ની સેવા સારી રીતે કામ કરે ચે. 104 પર રાઉન્ડ ધ ક્લોક જાણ કરે. પાલિકાની ટીમ સંપર્ક કરશે એટલે ડોક્ટરની ટીમ ઘરે જઈ ચેકઅપ કરશે અને દવા આપશે.પછી ડોક્ટરને જરૂરી લાગશે તે પ્રમાણે દવા આપશે કે હોસ્પિટલ જવું પડે તો તે પણ કરવું પડશે. પાલિકાની આ સેવા દ્વારા દર્દીએ ક્યાંય જવું પડશે નહી પાલિકા સામેથી તેમના ઘરે પહોંચશે.
**************
*હોટલ બજારોને 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની ભલામણો*
રાજ્ય સરકાર દ્વારા આ અંગે વિવિધ વેપારી સંગઠનો સંસ્થાઓ સહિત ચૂંટાયેલ આગેવાનો પાસેથી ફીડબેક મેળવવામાં આવી રહ્યા છે જેમાં રાત્રના 9 વાગ્યા બાદ લોકોને બહાર આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે તે રાતે 12 વાગ્યા સુધી છૂટ આપવા અને સાંજે 7 વાગ્યા બાદ પણ વેપાર ધંધા ખાસ કરીને હોટલ બજારોને 10 વાગ્યા સુધી ખુલ્લા છૂટ….
*********
*સુરતના ડોક્ટરોની કમાલ*
રાજ્યમાં પ્રથમ વાર ECMO દ્વારા સફળ સારવાર આપી સાજા કરવામાં આવ્યા છે. કોરોનાના કેટલાક દર્દીઓની રિકવરી વેન્ટિલેટર પર પણ નથી થતી.જેથી ECMO સારવાર પદ્ધતિ ગુજરાતના બે ડોકટરો દ્વારા અપનાવામાં આવી હતી. જે દર્દીને ફેફસાની તકલીફ વધારે હોય તેમને આ ECMO પદ્ધતિથી સફળ સારવાર આપવાની આ પ્રથમ ઘટના સામે આવી છે.
************
*હવે રાતના 9થી સવારના 5 વાગ્યા દરમિયાન ટ્રેન,બસ-ફ્લાઈટમાં* *મુસાફરી કરીને આવેલા વ્યક્તિને રોકાશે નહીં*
કેન્દ્રીય ગૃહમંત્રાલયના 30-5-2020ના આદેશથી કેન્દ્રીય ગૃહ સચિવે 12 જૂને અનલોક-1 અંગે માર્ગ દર્શિકા જાહેર કરી હતી. જે અનુસાર રાતના 9થી સવારના 5 વાગ્યા સુધી વ્યક્તિગત અવરજવર પર પ્રતિબંધ છે. પરંતુ આ સમયગાળા દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ધ્યાનમાં આવ્યું કે વાહનો અને વ્યક્તિઓને અટકાવવામાં આવે છે. જેને પગલે રાજ્યના ગૃહ વિભાગે રાતના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી ગુડ્ઝ ટ્રકો, વાહનો કે પેસેન્જરની અવરજવર કરતી બસોને તેમજ બસ,ફ્લાઈટ કે ટ્રેનની મુસાફરી કરીને આવેલા વ્યક્તિઓને ન રોકવા આદેશ આપ્યો છે. તેમજ આ બાબતે જરૂરી કાર્યવાહી અને સૂચના આપવા વિનંતિ કરી છે.
************
*ગાંધીનગર: ટીચર યુનિવર્સિટી ખાતે NSUIનો દેખાવો*
ટીચર યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થી સંગઠન nsui દ્વારા પરીક્ષા રદ કરવા માટે વિરોધ કરવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તેવી વિદ્યાર્થી સંગઠન દ્વારા માગ કરવામાં આવી. મહત્વનું છે આ વિરોધમાં નિખિલ સવાણી સહિત nsuiના કાર્યકરો જોડાયા હતા પરંતુ વિરોધ કરવામાં આવતા યુનિવર્સિટી દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવ્યા
**********
*બિહારમાં આકાશમાંથી મોતનો વરસાદ 83ના મોત*
વિજળી અને તોફાન તથા ભારે વરસાદના કારણે 80 લોકોના મોત થઈ ગયા છે. આ જાણકારી રાજ્ય સરકારના વિભાગ દ્વારા આપવામાં આવી છે. જે અંતર્ગત ગોપાલ ગંજમાં 13, મધુબની પૂર્વી ચંપારણ, બેતિયા અને પશ્ચિમી ચંપારણમાં બે-બે લોકોના મોત થયા છે. જ્યારે પૂર્ણિયા અને બાંકામાં એક એક લોકોના મોત થયા છે. આ ઉપરાંત ડઝનબંધ લોકો બેઘર થયાના પણ સમાચાર આવ્યા છે.
********
*જામનગર સોની બજાર મંડળનો નિર્ણય*
સોની બજાર અચોક્કસ મુદ્દત માટે સોની બજાર બંધ કરવામાં આવ્યુ. લોકલ સંક્રમણ ન વધે તે માટે સેલ્ફ લોકડાઉન કરાયુ છે.જેથી આવનારા ચાર દિવસથી વધુ દુકાન બંધ રહી શકે છે. આ પહેલા કોરોનાના સંક્રમણના ભયના કારણે દિવસ પહેલા ગ્રેન માર્કેટમાં પણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતું.
************
*ડીઝલના ભાવમાં વધારો થતા ચીજવસ્તુઓ થશે મોંઘી*
ડીઝલની કિંમતોમાં થયેલા રેકોર્ડબ્રેક ભાવવધારાના કારણે ટ્રકોના ભાડામાં 15 ટકા જેટલો ભાવવધારો થઈ શકે છે જેની સીધી અસર દુધ શાકભાજી દવા અને અનાજની કિંમતો ઉપર પડશે. આ રીતે ખાદ્યવસ્તુઓના ભાવમાં વધારો થઈ શકે છે. ડીઝલની કિંમતો વધતા તેની અસર કૃષિ ઉત્પાદન ઉપર પણ પડશે જેના કારણે કૃષિ ઉત્પાદકોનું મુલ્ય મોંઘું થશે.
*******
*નહીં ચલેગી નહીં ચલેગી ભાજપ તેરી તાનાસાહી*
ભાજપ સરકાર પેટ્રોલ અને ડીઝલ નો ભાવ વધારો છેલ્લા ૧૮ દિવસથી સતત ભાવ વધારો કરી રહી છે આમાં મોંઘવારીનો માર દેશની ગરીબ જનતાને ભોગવો પડે છે લોકો ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર સુરત શહેર કોંગ્રેસ સમિતિ આદેશ મુજબ સુરત શહેર કોંગ્રેસ ના ઈ. વોર્ડ નંબર ૨૪
લિંબાયતમાં વિરોધ પ્રદર્શન
**********
*લોકતંત્રની રક્ષા કરનાર સૈનિકોને વંદન:વડાપ્રધાન*
25 જૂન 1975ના રોજ જાહેર કરવામાં આવેલી ઈમર્જન્સીને 45 વર્ષ પુરા થયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમર્જન્સીને યાદ કરતા કહ્યું કે દેશમાં આજથી 45 વર્ષ પહેલાં દેશના માથે ઇમર્જન્સી થોપવામાં આવી. આ સમયે ભારતના લોકતંત્રની રક્ષા કરવા માટે જે લોકોએ સંઘર્ષ કર્યો માનસીક ત્રાસ સહન કર્યો તે તમામને મારા શત શત વંદન.
***********
*દેશમાં પેટ્રોલ કરતા ડીઝલ મોંઘુ*
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં નજીવા વધારાની વચ્ચે સ્થાનિક બજારમાં આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ચાલુ છે. દિલ્હીમાં આ પહેલીવાર છે જ્યારે ડીઝલની કિંમત પેટ્રોલને વટાવી ગઈ છે. સતત 18 મા દિવસે ડીઝલની કિંમતમાં વધારો થયો છે, જ્યારે પેટ્રોલના ભાવ જેટલા જ છે. છેલ્લા 18 દિવસમાં ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર રૂ. 10.48 નો વધારો થયો છે,
**********
*નશામાં ધૂત મહિલાએ રસ્તા પર મચાવી બબાલ*
કોલકાતા બંગાળની રાજધાની કોલકાતાના ધરમટલ્લા વિસ્તારના રેડ રોડ પરના લોકોએ જ્યારે એક યુવતિને જોરદાર હંગામો કરતી જોઇ હતી ત્યારે ચોંકી ઉઠ્યા હતા. દારૂના નશામાં રહેલી યુવતીને કારણે ઘણા સમય સુધી અરાજકતાનું વાતાવરણ હતું. કોલકાતા પોલીસને જાણ કરી તેની અટકાયત કરવામાં આવી હતી.
**********
*સત્તા લાલચ માટે એક પરિવારે દેશને બનાવી જેલ: અમિત શાહ*
વર્ષ 1975માં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ લોકશાહીને કલંક લાગે તેવી કટોકટી લગાવી હતી. આજે આ કટોકટીને 45 વર્ષ પૂર્ણ થયા છે. ભારતીય લોકતંત્રના ઈતિહાસમાં 25 જૂન 1975ને કોઈ ભૂલી શકે તેમ નથી. કારણકે તે સમયે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના કહેવા પર રાષ્ટ્રપતિ ફરખુદ્દીન અલી અહમદે કટોકટીની જાહેર કરી હતી. આજે આ વાતને 45 વર્ષ થયા પરંતુ આજે પણ ભાજપ આ મુદ્દે હંમેશા કોંગ્રેસ પર નિશાન સાંધતી હોય છે
**********

*ઇન્ડિયા ક્રાઈમ મિરર 2 વર્ષોથી આપની સેવામાં*
અમે તમારી માટે લાવ્યા છીએ ફાસ્ટ ન્યૂઝ દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અપટેડ સમાચારો
ગુજરાત સહિત દેશભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા માટે *છેલ્લા 2 વર્ષોથી અમે આપના સુધી સોશિયલ મીડિયા વોટ્સઅપ માધ્યમ દ્વારા આપ સુધી પહોંચાડતા આવ્યા છીએ સમાચારો આપને યોગ્ય લાગે તો તમારા મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરશોજી. જય હિન્દ -જય જય ગરવી ગુજરાત