૧૮,૦૦૦ રૂપિયા સુધીનું પાન વેચનાર યુવકને અમેરિકાના પાનવાળાએ ધમકી આપી

રાજકોટ તા. ૧૩: રંગીલા રાજકોટે આમ તો દરેક ક્ષેત્રમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. રાજકોટ ફકત વેપાર ધંધાનું હબ નહીં, ખાણીપીણી હબ પણ ગણાય છે. ખાણીપીણીની સાથે રાજકોટમાં અલગ-અલગ પાનની વેરાઇટી પણ લોકો દૂર-દૂરથી ખાવા આવેછે. રાજકોટમાં અલગ-અલગ પાનની વેરાઇટીઓ પણ જોવા મળે છે અને આ વેરાઇટીઓ ગુજરાત નહીં, ભારત નહીં પણ વિદેશના લોકો પોતાની સાથે લઇ જાય છે. પણ રાજકોટમાં એક પાનવાળા સામે અમેરિકાના ફિલાડેલ્ફિયાની  કંપનીએ      વાંધો ઉઠાવ્યો છે.

વાત એમ છે કે રાજકોટમાં ૧પ થી લઇ ૧૮,૦૦૦ રૂપિયાનું પાન મળે છે. શહેરના સર્વેશ્વર ચોકમાં આવેલી મિસ્ટર પાનવાલા દુકાનના માલિક નરેન્દ્રભાઇ માલવિયાએ જણાવ્યું કે અમેરિકાની એક કંપનીએ મિસ્ટર પાનવાલા નામને લઇ ટ્વીટ કરી વાંધો ઉઠાવ્યો છે. તેણે કોપીરાઇટના મુદ્દે અમારી સાથે ઇન્સ્ટાગ્રામમાં ચેટ કરીને કાયદેસર ન કર્યું હોવાના મુદ્દે ઝઘડો કર્યો હતો.

અમેરિકાના પાનવાળાને આ બાબતમાં પણ વાંધો પડયો હતો. એક વ્યવસ્થિત એન્ડ્રોઇડ ફોનની કિંમતનું પાન વેચતા રાજકોટના એક પાનવાળા સાથે અમેરિકાના પાનવાળાનો ડખ્ખો રાજકોટના સોશ્યલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યો છે.

આ સમગ્ર બાબતની ઇન્સ્ટાગ્રામ પર ગ્રાહક બની માહિતી લીધી હતી અને ત્યારબાદ અમેરિકાના મિસ્ટર પાનવાલાએ અમેરિકાથી કોપીરાઇટની ધમકી આપી હતી.