*મોટા ઓપરેશન બાદ બંધક બનાવાયેલા 23 બાળકોને પોલીસે મુક્ત કરાવ્યા*

ફરુખાબાદઃ ઉત્તરપ્રદેશના ફરુખાબાદમાં એક શખ્સ દ્વારા બંધક બનાવવામાં આવેલા 23 બાળકોને સ્થાનિક પોલીસે 11 કલાકના ઓપરેશન બાદ સુરક્ષિત મુક્ત કરાવ્યા છે. પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં આરોપી ઠાર માર્યો ગયો છે. ઉત્તર પ્રદેશના DGP ઓ.પી. સિંહે જણાવ્યું હતું કે, સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસે બદમાશને વ્યસ્ત રાખ્યો હતો અને પોલીસે પાછળના દરવાજેથી ઘરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો.