મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝને પાંચ વર્ષની જેલ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની કોર્ટે આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદને ટેરર ફન્ડીંગના મામલામાં દોષી જાહેર કર્યો છે. અદાલતે આતંકી પ્રમુખ અને મુંબઈ 26-11 હુમલાના માસ્ટમાઈન્ડ હાફિઝ સઈદને 5 વર્ષની સજા સંભળાવી છે. લાહોરની આતંકવાદ વિરોધી કોર્ટના ન્યાયાધિશ અરશદ હુસૈન ભુટ્ટાએ જમાત-ઉદ-જાવાના પ્રમુખ હાફિઝ સઈદ વિરુદ્ધ આતંકી ગતિવિધીઓ માટે ફન્ડીંગ કરાવવાના બે મામલામાં ગુરૂવારે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અદાલતે આ સજા ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા પાકિસ્તાનને બ્લેક અથવા ગ્રે લિસ્ટ કરે તેના બે દિવસ પહેલા જ સંભળાવી છે