*આપના ધારાસભ્યના કાફલા પર જીવલેણ હુમલોઃ એક સમર્થકનું મોત*

નવી દિલ્હીઃ દક્ષિણ પશ્ચિમ દિલ્હીના કિશનગઢ ગામમાં આપના ધારાસભ્ય નરેશ યાદવના કાફલા પર હુમલો થયો છે. આ હુમલામાં હુમલાખોરોએ ગોળીઓ ચલાવી હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ ઘટનામાં ત્રણ લોકો વિરુદ્ધ હત્યા અને હત્યાના ષડયંત્રનો કેસ કરવામાં આવ્યો છે. આરોપીઓનું નામ કાલૂ, ધામી અને દેવ છે. તમામ લોકો કિશનગઢ ગામના રહેવાસી છે. મૃતક અને ઘાયલ કિશનગઢના રહેવાસી છે. કાલૂની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેણે પોલીસને જણાવ્યું કે હું હુમલો કરવામાં જોડાયેલો હતો