E.v.m મશીનો મા થયેલ હેરાફેરી અને
ગરબડીઓની યોગ્ય તપાસણી કરાવવા બીટીપીના આગેવાનો એ રાજપીપળા ખાતે કલેકટર ને આવેદન આપ્યુ
સમગ્ર પ્રકરણ ની તપાસ માટે 2થી જજો ની બેન્ચ ની નિમણુક કરી ઇવીએમ મશીનની સંપૂર્ણ તપાસ ની માંગ
માંગ નહિ સંતોષાય તો આંદોલન ની ચીમકી
રાજપીપળા, તા 6
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં E.v.m મશીનો મા થયેલ હેરાફેરી અને
ગરબડીઓની યોગ્ય તપાસણી કરાવવા બાબતે બીટીપીના આગેવાનો બહાદૂર વસાવા.ચૈતર વસાવા સહિત ના આગેવાનોએ રાજપીપળા ખાતે કલેકટરને રાજ્યપાલ ને ઉદ્દેશીને આવેદન.પત્ર આપ્યુ હતું.આવેદનમા સમગ્ર પ્રકરણ ની તપાસ માટે 2થી જજો ની બેન્ચ ની નિમણુક કરી ઇવીએમ મશીનની સંપૂર્ણ તપાસ ની માંગ કરીછે. અને જો માંગ નહિ સંતોષાય તો આંદોલન ની ચીમકી પણ આપી હતી.
જયારથી દેશમાં E.v.m મશીના થી ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીઓ કરવામાં આવે છે.
ત્યારથી અનેક પ્રશ્નો અને આક્ષેપો ઉપસ્થીત થયેલા છે. છતા ચૂંટણી પંચ દ્વારા આ બાબતે કોઈપણ જાતની તપાસ કે કાર્યવાહી કરવામાં આવેલ નથી . જેના
કારણે જનાદેશ વિરુધ્ધના લોકો સત્તામાં આવી લોકો વિરુધ્ધ ના કાયદાઓ ધડી બંધારણ સાથે
છેડછાડ કરે છે.
આધુનિક ટેકનોલોજીના ડિજીટલ જમાનામાં E.V.M મશીનો હેક કરવું એ કંઈ મોટી વાત
નથી, દિલ્હી વિધાનસભામાં ડેમો પણ દર્શાવામાં આવેલ હતો. હાલના સમયમાં પણ રાજયમાં
મોંધવારીના પ્રશ્નો, રોજગારીના પ્રશ્નો કોરોના બાબતે સરકારની નિષ્ફળતા હોય, રાજયના,
નોકરિયાત વર્ગ, વેપારી વર્ગ, મજુર વર્ગ, ખેડુત વર્ગ, શિક્ષિત બે રાજગારોનો સખત વિરોધ હોવા
છતા ભાજપ સરકાર એક તરફી પરિણામ લાવે અE.V.m નોજ કમાલ છે.
દુનિયાની સૌથી જુની લોકશાહી ધરાવતો જગતજમાદાર અમેરીકામાં પણ બેલેટ પેપરથી
ચૂંટણીઓ કરવામાં આવે છે. E.v.m મશીનો બનાવનાર દેશોમાં પણ E.V.m મશીનો પર બેન
(પ્રતિબંધુ) લગાવેલ છે. આપણા દેશમાં પણ દરેક વિપક્ષ પાર્ટીઓના વિરોધ છતા. પણ E.V.mથી
જ ચૂંટણીઓ કરવી એ ચૂંટણીપંચ પર શંકા ઉપજાવે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઆ માતો
વી.વી.પેટનો પણ ઉપયોગ કરવામાં આવેલ નથી. જેના થી મતદારોએ પોતાનો મત કોને આપેલા
છે. તે પણ ખુદને ખબર નથી. જે મતદાતાના અધિકારો પર તરાપ છે. રાજયમાં સ્થાનિક
સ્વરાજયની ચૂંટણીઓમાં ભાજપને જીતાડવામાં પણ E.N.T મશીનોની ખુબજ મોટી ભુમીકાઓ
રહેલ છે. અનેક જગ્યાઓ પર E.V.m ના હેરાફેરી અને ગરબડીની ફરીયાદો કરવામાં આવેલ છે.
જેમકે ધોળકામાં વોર્ડ નં-૪ માં ૬૮૮ વ્યકિતનું મતદાન થયેલ હતુ. છતા E.v.m માથી ૨૩૭૩ મત
નિકળ્યા, ઘણી જગ્યાઓ પર મશીનોને હેક કરવાની ફરીયાદો પણ કરવામાં આવેલ છે. છતા ચૂંટણી
પંચ દ્વારા નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જે એક શંકા ઉપજાવે છે. જેથી રાજયમાં થયેલ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાયેલ E.v. મશીનોના દરેક ઉપકરણોની (FS.L)
K/ તપાસ કરવામાં આવે અને આવનારી ચૂંટણીઓ બેલેટ પેપરથી કરવામાં આવે એવીમાંગ કરી હતી
તસવીર: જ્યોતિ દીપક જગતાપ,રાજપીપળા