નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી પરિણામમાં આમ આદમી પાર્ટીને જબરદસ્ત બહુમત મળ્યા પછી હવે અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ રવિવારે રામલીલા મેદાનમાં મુખ્ય પ્રધાનના શપથ ગ્રહણ કરશે. અરવિંદ કેજરીવાલે બુધવારે ઉપરાજ્યપાલથી મુલાકાત કર્યા પછી શપથગ્રહણની તારીખ નક્કી કરી હતી. દિલ્હીની 70 વિધાનસભાની સીટોમાં આમ આદમી પાર્ટીને 62 સીટો મળી હતી. જ્યારે ભાજપને માત્ર આઠ બેઠકો મળી હતી. બીજી તરફ કોંગ્રેસ દિલ્હીમાં એક પણ સીટ જીતી શકી નહોતી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની આ હેટટ્રિક છે. તેણે બીજી વાર પ્રચંડ બહુમતી સાથે સત્તા હાંસલ કરી હતી
Related Posts
11 मई को केजरीवाल आएंगे राजकोट। चुनाव प्रचार की करेंगे शरुआत।
રાજપીપળા ખાતે 71 રૂ. કરોડના ખર્ચે પોઇચા ફોરલેન રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું.
રાજપીપળા ખાતે 71 રૂ. કરોડના ખર્ચે રાજપીપળામાં પોઇચા ફોરલેન રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું. રસ્તો ગુણવત્તાવાળો ટકાઉ બને તેવી કોન્ટ્રાક્ટરને સાંસદ મનસુખ…
શેરડી કાપતા નર્મદા સુગરના મજૂરોને ગરમીમાં 5000 થી વધુ ઠંડી છાસની તથા નાસ્તાનું વિતરણ કરાયું સુગર ચેરમેન ઘનશ્યામ પટેલ ટીમ…