*સુરત રઘુવીર માર્કેટમાંથી ચોરી છુપીથી વેપારીઓ માલ કાઢતાં પોલીસ થઈ દોડતી*

સુરતના રઘુવીર માર્કેટમાંથી ચોરી છુપી વેપારીઓ દ્વારા માલ કાઢવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી. માર્કેટ સીલ હોવા છતાં કેટલાક વેપારીઓ રાત્રીના સમયે ટ્રક લઈને આવી માર્કેટમાંથી કાપડનો માલ બહાર કાઢે છે. આ વાત ફેલાતા કાપડ વેપારીઓ એકઠા થઇ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો.વેપારીઓ સામસામે આવી જતા મામલો તંગ બન્યો હતો.બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને માર્કેટ બહાર બંદોબસ્ત ગોઠવી દીધો હતો માર્કેટમાં લાગેલી આગ બાદ સુડા દ્વારા રઘુવીર સિલિયમ માર્કેટને સંપૂર્ણ સિલ કરવામાં આવી છે.