*મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ 21 જૂન આંતર રાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત આજે સવારે યોગ પ્રાણાયમ કરીને દિવસ નો પ્રારંભ કર્યો હતો*
*આ વર્ષે કોરોના સંક્રમણ ને કારણે આયુષ મંત્રાલયે યોગ એટ હોમ યોગ વિથ ફેમીલી થીમ સાથે દેશ ભરમાં આ યોગ દિવસ ઉજવવાનું આયોજન કરેલું છે*
*તદનુસાર મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ પણ ગાંધીનગરમાં મુખ્ય મંત્રી નિવાસ સ્થાન ના પ્રાંગણ માં શ્રીમતી અંજલિ બહેન રૂપાણી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના અધ્યક્ષ શિષપાલજી સાથે સવારે યૌગિક ક્રિયાઓ અને આસનો કર્યા હતા*
*મુખ્યમંત્રીશ્રી એ ‘યોગ કરીશું કોરોના ને હરાવિશું’ મંત્ર સાથે રાજ્યના સૌ નાગરિકોને કોરોના સામે યોગાસન વ્યાયામ ના આયામ થી રોગ પ્રતિકારક શકિત વધારવા કરેલા આહ્વાન ને પગલે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અવસરે રાજ્યભરમાં યોગ એટ હોમ યોગ વિથ ફેમીલી થીમ પર અનેક પરિવારોએ સ્વયંભૂ યોગ પ્રાણાયામ પોતાને ઘરે કર્યા હતા*.