રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક કલમભાઈ વસાવા અને સેવા ભાવિ સંસ્થા જય ભોલે ગ્રુપ ના સદસ્યોએ ભેગા મળીને દીકરીનું કર્યુ મોસાળુ
સમાજ કલ્યાણ વિભાગ તરફથી બન્નેને 50 -50 હજારની લગ્ન ની આર્થિક સહાય
રાજપીપળા, તા 20
રાજપીપલા ટેકરાફળિયા ખાતે રહેતી એક મુકબધીર કન્યાના લગ્નતોરણા ગામના મૂક બધિર યુવક સાથે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક કલમ ભાઈ વસાવા અનેસેવા ભાવિ સંસ્થા જય ભોલે ગ્રુપ ના સદસ્યોએ ભેગા મળીને લગ્ન નું આજે આયોજન કર્યુ હતું.
આજે નર્મદા ના મૂક બધિર યુવક યુવતીને અગ્નીની સાક્ષીએ લગ્ન ગ્રંથિ થી જોડાયા હતા.કલમ ભાઈ વસાવા અને તેમના ગ્રુપે લગ્નનું સુંદર આયોજન કરી ધન્યતા અનુભવી હતી. અને
દીકરીનું મોસાળુંકરી દીકરી ને
તિજોરી, બેડુ, સોફા, પેટી પલંગ, ડ્રેસિંગ ટેબલ ભેટ મા આપ્યા હતા.
કોણ કહે છે કે મૂંગા બહેરા લોકોનાલગ્ન નથી થતા! કહેવાય છે ઈશ્વરે દરેક જોડી નું પહેલેથી જ નિર્માણ કરેલુ હોય છે દોઢ વર્ષ પહેલા કલમ ભાઈ વસાવાએ તોરણા ગામની મૂલાકાત લીધી હતી. ત્યારે તોરણા ગામના મૂક બધિર યુવક ભાવેશ ભાઈ રૂપસિંગ વસાવા ની મૂલાકાત થઈ અને રાજપીપળા ટેકરા ફળીયામા રહેતી અનેરાજપીપળા મૂક બધિર સ્કૂલમા ભણેલી મૂક બધિર કન્યા રોશની બેન રાજુભાઈ વસાવા સાથે આજે ઘડીયા લગ્ન લેવાયા હતા.
સરકાર ના સમાજ કલ્યાણ વિભાગ તરફ થી બન્નેને 50 -50 હજાર ની કૂલ 1 લાખ ની લગ્ન ની સહાય આપવાનું પણ વિભાગે નક્કી કર્યુ છે . સમાજકલ્યાણ અધિકારીએ જણાવ્યુ હતું કે બધી વિગતો રજૂ કર્યા પછી તેમના ખાતા મા સહાયના નાણા જમા કરી દેવાશે.
આજે આ નવદંપતીએ ખુશહાલ જીવવા ની શરૂઆત કરી દેતા બન્ને પરિવારોમા આનંદ ની લાગણી છવાઈ ગઈ છે
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા