સ્ટેચ્યુ પર બોગસ ટિકિટ કૌભાંન્ડ ઝડપાયા પછી તંત્ર બન્યું એલર્ટ.
પ્રવાસીઓને જાહેર અપીલ કરાઈ
છેતરપિંડીથી બચવા
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રોજેકટની ટીકિટ અધિકૃત વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનથી જ બૂક કરાવવાનો આગ્રહ રાખવા અનુરોધ કરાયો
કોવીડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને માત્ર ઓનલાઇન જ ટિકિટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.ઓફલાઈન બંધ છે
ખાનગી ટુર્સ અને ટ્રાવેલ્સ કંપનીઓ સામે તંત્રની ચાપતી નજર
રાજપીપલા, તા19
બે દિવસ પહેલા
કેટલાક ખાનગી ટુર્સ અને ટ્રાવેલ્સ કંપનીઓ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકિટોમાં છેડછાડ કરી પ્રવાસીઓ સાથે છેતરપીંડી કરી વધુ પૈસા પડાવવાનો ગોરખધંધો સ્ટેચ્યુ સટ્ટાવાળાઓએ પકડી પાડતા તંત્રએલર્ટ બન્યું છે. ટિકિટ ની રકમમા છેડછાડ કરેલી 23ટિકિટ પકડી
રકમમા છેડછાડ કરતા ટ્રાવેલ એજન્સી my value trip સામે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ તંત્ર વધુ એલર્ટ બન્યું છે. અને હવે ઓનલાઇન ટિકિટનુ ચેકીંગ સઘન બનાવી દીધું છે.
અને તંત્રે પણ પ્રવાસીઓને એલર્ટ રહી બોગસ ટ્રાવેલ એજન્સી પાસે ટિકિટ ન લેતા છેતરપિંડીથી બચવા અધિકૃત વેબસાઈટ www.soutickets.in પરથી જ ટીકિટ બૂક કરાવવાનો આગ્રહ રાખવા અનુરોધ કરાયોછે
આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સતામંડળના અધિક કલેકટર હિમાંશુ પરીખે જણાવ્યું હતું કે અત્રે આવનાર તમામ પ્રવાસીઓને જાહેર અપીલ કરવામાં આવે છે કે, જ્યારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસિય પ્રોજકટના પ્રવાસનું આયોજન કરો ત્યારે અમારી વેબસાઈટ www.soutickets.in પરથી જ ટીકિટ બૂક કરાવવાનો આગ્રહ રાખે, અને અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન statue of unity ticket official પરથી પણ ટીકિટ બૂક કરાવી શકાશે. વધુ માહિતી મેળવવા માટે ટોલ ફ્રી નંબર – 1800 233 6600 પર ફોન કરી શકો છો( મંગળવાર થી રવિવાર,સવારે 8.00 થી સાંજે 6.00 સુધી )
અત્રે ઉલ્લેખનીય છે કેપ્રવેશ સ્થળે અત્યાધુનિક મશિનરી દ્વારા ટીકિટ પર છપાયેલ બારકોડ સ્કેન થાય છે અને અત્રે ખાસ તાલીમ પ્રાપ્ત કર્મચારીઓ રાઉન્ડ ધી કલોક પ્રત્યેક ટીકિટ સ્કેન કરતા હોય છે. એટલે છેડછાડ કરેલ ટીકિટ અથવા તો ડુપ્લીકેટ ટીકિટ તુર્તજ પ્રકાશમાં આવી જાય છે.જોકે આવા લેભાગુતત્વોને ચેતવણી પણ આપવામાં આવી છે કોઈ ટિકિટ સાથે ચેડાં કરતા પકડાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેકટર હિમાંશુ પરીખે જણાવ્યું હતું કે હાલ કોવીડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને માત્ર ઓનલાઇન જ ટિકિટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે કોઈપણ સંજોગોમાં હાલ પૂરતું ઓફલાઇન ટિકિટ આપવામાં આવશે નહીં. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે ઓનલાઇન ટિકિટ પર વધુમાં વધુ એક વ્યક્તિ છ (6)જ ટિકિટ બુક કરાવી શકશે. કારણકે ડ્રોઈંગ ગેલેરી ની કેપેસીટી સાત હજારની છે. કેપેસિટી ને ધ્યાનમાં લઈને મર્યાદિત રીતે ટીકીટ નું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તે સાથે સોશિયલ ડિસ્ટન્સ,માસ્ક, સેનેટાઇઝર એ પણ ફરજિયાત રાખવામાં આવેલ છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા