અગામી ત્રણ દિવસમાં ભારે ઠંડી પડશે, જાણો, રાજ્યના ક્યા શહેરમાં કેટલું તાપમાન?

અમદાવાદ,28 ડિસેમ્બર: ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાના થઇ છે, જેના કારણે દરેક રાજ્યમાં વાતાવરણ ઠંડુ બનતા ઠંડીંનો ચમકારો પણ વધ્યો છે. સામાન્ય દિવસો કરતાં તાપમાન માં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે કે આગામી ત્રણ દિવસમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે જવાની શક્યતા છે. હિંમતનગરમાં આજે સવારે પારો 8 ડિગ્રી સુધી નીચે ગગડી ગયો છે. હિંમતનગરમાં સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે.

રાજ્યોમાં તાપમાનમાં 5 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. તો બીજી તરફ હવામાન વિભાગે ઉત્તર ભારમાં આજથી કોલ્ડ વેવની પણ આગાહી વ્યક્ત કરી છે. આ તરફ ગુજરાતના નલિયામાં ઠંડીનો 8 ડિગ્રી તાપમાન નોધાયું છે, જ્યારે ગાંધીનગરમાં 12.2, ડિસામાં 12 ડિગ્રી, રાજકોટમાં 14.1, કેશોદમાં 13.6 ડિગ્રી, ભૂજમાં 14.7 અને અમરેલીમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.