બ્રેકિંગ નર્મદા:
છેતરપિંડી કરનાર મહિલા નકલી ડીએસપીની ધરપકડ
વૈભવી કાર સાથે પોલીસની બેલ્ટ પોલીસનો ડ્રેસ ટોપી ને અન્ય ચીજ વસ્તુ કબજે લેતી પોલીસ
ભૂતકાળમા આ નકલી
ડીએસપીએ 1 કરોડ રૂપિયા બિલ્ડર પાસે થી ખખેરી લીધા હતા તાપસ માં બહાર આવ્યું
રાજપીપળા, તા 20
ડેડીયાપાડા ખાતે રહેતા અને સ્ટેટ બેંકમા નોકરી કરતા કલાર્કના પુત્ર સાથે આર એફ ઓની નોકરી અપાવવા ના બહાને રૂ. 13 લાખ ની છેતરપિંડીનો કિસ્સો નર્મદા જિલ્લામા સામે આવતા ચકચાર મચી જવા પામી છે.જેમા
છેતરપિંડી કરનાર મહિલા નકલી ડીએસપી બનીને તપાસ ના બહાને રોફ ઝડતી
નકલી ડીએસપી મહિલાની ડેડીયાપાડા પોલીસેની ધરપકડ કરી છે
આ ગુનામા ડેડીયાપાડા પોલીસે આઇસવું વૈભવી કાર સાથે પોલીસ ની બેલ્ટ પોલીસનો ડ્રેસ ટોપી ને અન્ય ચીજ વસ્તુ કબજે કરી તપાસ શરૂ કરી છે.પોલીસ સૂત્રો ના જણાવ્યા અનુસાર ભૂતકાળમા આ નકલી
ડીએસપીએ 1 કરોડ રૂપિયા બિલ્ડર પાસે થી ખખેરી લીધા હતા તાપસ માં બહાર આવ્યુંછે.
પ્રાપ્ત માહિતી અનુસાર
ડેડીયાપાડા ખાતે રહેતા ને સાગબારા ખાતે સ્ટેસ્ટ બેન્ક ઓફ ઇન્ડિયામા કલાર્ક તરીકે નોકરી કરતા શાંતિલાલ ચૌધરીના પુત્ર કુતિક ને નોકરી અપાવવાની વાત કરી વિશ્વાસમાં લઈ ને નકલી ડીએસપી બની ને બારડોલીની મહિલા એ રૂપિયા 13 લાખ રોકડા જગલખાતા મા આર એફ ઓની નોકરી આપવાના વાયદા કરી રૂપિયા ખખેરી લેતા મામલો પોલિસે સ્ટેશને પહોચતા પોલીસે કૃતિક ચોધરી ની ફરિયાદ નોંધીને નકલી ડીએસપી ને એસસુવિ વૈભવી કારની સાથે પોલીસે ડ્રેસ ઉપરાંત પોલીસેનું બોર્ડ કબજે કર્યું છે જેની તપાસ ચાલુ કરી છે
પોલીસ સૂત્રોના જણાવ્યા અનૂસાર નકલી ડિ.એસ.પી મહિલા નું પૂરું નામ નેહા ધર્મેશ પટેલ રહે .103 બાબેન બંગલો તાલુકો બારડોલી જિલો સુરત ની રહીશ છે
આ નકલી મહિલા ડીએસપી કતાર ગામ પોલિસે સ્ટેશન ખાતે 1 કરોડ ની એક બિલ્ડર સાથે છેતરીપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે આ મહિલા જે પોલિસે નાયબ કલેક્ટર જેવા ઉંચા હોદ્દા નો રૂવાબ છાટી ને લોકો છેતરીપિંડી કરતી હતી આ મહિલા પોતે મુખ્યમંત્રી ના પત્ની સાથે પણ સારા સબંધ હોવાનું પોલીસ કહી રહી છે
રિપોર્ટ: જ્યોતિ જગતાપ,રાજપીપળા