કુંવરપુરા પ્રાથમિક શાળા સામે મેન હાઈવે રોડ ઉપર મોટરસાયકલ ડીવાઇડર સાથે અથડાઇ જતા અકસ્માતમાં ચાલકને ગંભીર ઈજા.

કુંવરપુરા પ્રાથમિક શાળા સામે મેન હાઈવે રોડ ઉપર મોટરસાયકલ ડીવાઇડર સાથે અથડાઇ જતા અકસ્માતમાં ચાલકને ગંભીર ઈજા.
રાજપીપળા,તા.9
નાંદોદ તાલુકાના કુંવરપુરા પ્રાથમિક શાળા સામે મેન હાઈવે રોડ ઉપર મોટરસાયકલ ડીવાઇડર સાથે અથડાઇ જતા અકસ્માત માં મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજા થવા પામી હતી.આ અંગે રાજપીપલા પોલીસ મથકે અકસ્માત ગુનાની ફરિયાદ નોંધાઈ છે.જેમાં ફરિયાદી દુર્ગાબેન સતિષભાઈ વેચતાભાઈ વસાવા (રહે,વાઘેથા ટેકરી ફળિયું) ને આરોપી સતિષભાઈ વેચતાભાઈ વસાવા (રહે,વાઘેથા ટ્રેકરી ફળિયુ ) સામે કરી છે.
ફરિયાદની વિગતો મુજબ તા.6 /2 /21ના રોજ ફરિયાદી દુર્ગાબેન પતિ તેમની મોટરસાયકલ ગાડી નંબર જીજે જીરો 06 સીજી 0306 રાજપીપળા બજારમાં ઘરવખરીનો સામાન લઈને પરત એમના ઘરે જતા હતા.તે વખતે કુંવરપુરા પ્રાથમિક શાળાની સામે મેન હાઈવે રોડ ઉપર પોતાની મોટરસાયકલ પૂર ઝડપે હોય સ્લીપ ખાઈ જતા હાઈવે રોડના ડીવાઇડર સાથે અથડાઇ જતા અકસ્માત થતાં તેમને માથામાં તથા છાતીના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા