*જામનગરમાં નારી રક્ષા સેના દ્વારા બેઠકનું કરાયું આયોજન.*
જામનગર, સંજીવ રાજપૂત: નારી રક્ષા સેના દ્વારા જામનગરમાં વોર્ડ નંબર 10 નારી રક્ષા સેના પ્રમુખ ડિમ્પલબેન ચોટલીયા દ્વારા મીટીંગનું આયોજન કરાયું હતું.
તેમાં ઉપસ્થિત મહાનુભવો વોર્ડ નંબર 10 ના કોપરેટર આશાબેન રાઠોડ, પ્રદેશ મહિલા મહામંત્રી ઉર્મિલાબેન ઉમરાણીયા, પ્રદેશ સંગઠન મંત્રી સુનિલભાઈ મહેતા, પ્રદેશ આઇટી સેલ પ્રમુખ ચેતનભાઇ દુધરેજીયા, ભારતીબેન મેવાડા, જિલ્લા પ્રમુખ યુવા અનીશ ભાઈરામાણી અને સર્વ મહિલા સંગઠનના બહેનો સાથે રહી મહિલાના અધિકાર માટે સરકારી યોજના લાભ વિશે માર્ગદર્શન આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.