*છેલ્લા એક દાયકામાં ખેડૂતોની માંડી વાળેલી લોન 4.7 લાખ કરોડ*

મહારાષ્ટ્રમાં નવી સરકારે ખેડૂતોની લોન માફ કરવાની કરેલી ઓફર સાથે વિવિધ રાજ્યોએ છેલ્લા એક દાયકામાં કૃષિ ક્ષેત્રે ખેડૂતોની માંડી વાળેલી લોનની કુલ 4.7 લાખ કરોડે પહોંચી છે, જે ઓદ્યૌગિક સ્તરની બેડ લોનના 82 ટકા જવા થાય છે, એમ એક અહેવાલ કહે છે. નાણાકીય વર્ષ 2019માં બેન્કિંગ સિસ્ટમમાં કૃષિ ક્ષેત્રની એનપીએ વધીને 12.4 ટકા અથવા 8,79,000 કરોડની કુલ બેડ લોનમાંથી 1.1 લાખ કરોડ થઈ છે, જે નાણાકીય વર્ષ 2016ની કુલ એનપીએ 5,66,620 કરોડના 8.6 ટકા અથવા 48,800 કરોડ હતી, એમ એસબીઆઇ રિસર્ચે અહેવાલમાં કહ્યું હતું.