નર્મદાના ડેડીયાપાડા ખાતે આજે સરપંચના સમર્થનમા ડેડીયાપાડા સજ્જડ બન્ધ રહયુ

નર્મદા બ્રેકીંગ

ડેડીયાપાડામાં ગટર સાફ કરવા ગયેલ 3 વ્યક્તિના મૃત્યુમાં સરપંચ વિરુદ્ધ 304 નો ગુનો નોંધાતા સ્વૈચ્છિક બન્ધ પાળ્યો

રાજપીપળા તા 19

નર્મદાના ડેડીયાપાડા ખાતે આજે સરપંચના સમર્થનમા ડેડીયાપાડા
સજ્જડ બન્ધ રહયુ હતું.ડેડીયાપાડામાં ગટર સાફ કરવા ગયેલ 3 વ્યક્તિના મૃત્યુમાં સરપંચ વિરુદ્ધ 304 નો ગુનો નોંધાયા ની ઘટના બાદ આજે સ્વૈચ્છિક બન્ધ પાળ્યો હતો.અનેગ્રામજનો એ જણાવ્યુ હતું કે સરપંચ સામે 304ની કલમ લગાડી ખોટી ફરિયાદ કરી છે જેનો અમે વિરોધ કરીએ છીએ.

બનાવની વિગત અનુસાર મરણ પામેલ રોહિતભાઈના પત્ની દ્વારા ડેડીયાપાડા પોલીસ સ્ટેશન માં સરપંચ રાકેશ કુમાર. આર નીવિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.જેના સમર્થનમા આજે ડેડીયાપાડા સ્વૈચ્છિક રીતે ગ્રામજનો દ્વારા સજ્જડ બન્ધ રાખવામાં આવ્યો હતો

સમગ્ર બનાવની વિગત જોતાદેડિયાપાડા ખાતે રાત્રીના અંધારામાં ભૂગર્ભ ગટર ગટરની કુંડી ની સાફ સફાઈ કરવા ઉતરેલા કામદાર સહિત બચાવવા કુંડીમાં ઉતરેલા કામદાર સહિત બચાવવા કુંડી માં ઉતરેલા કુલ ત્રણ જણાને ઝેરી ગેસથી અસરથી ગૂંગળાઈ જવાથી ત્રણના મોત, એકને ગંભીર ઇજાથઈ હતી

દેડિયાપાડા ખાતે રાત્રીના અંધારામાં ભૂગર્ભ ગટર ગટરની કુંડી ની સાફ સફાઈ કરવા ઉતરેલા કામદાર સહિત બચાવવા કુંડીમાં ઉતરેલા કામદાર સહિત બચાવવા કુંડી માં ઉતરેલા કુલ ત્રણ જણાને ઝેરી ગેસથી અસરથી ગૂંગળાઈ જવાથી ત્રણના મોત, એકને ગંભીર ઇજા થવા પામી હતી.
આ અંગે દેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદી ચંપાબેન રોહિતકુમાર દાદુભાઇ વસાવા (રહે, નવીનગરી, દેડીયાપાડા) એ આરોપી રાકેશભાઈ રયજીભાઇ વસાવા (રહે,દેડીયાપાડા) સામે ફરિયાદ કરી હતી.જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.

તસવીર : જ્યોતિ જગતાપ,.રાજપીપળા