UPDATE:- અમદાવાદ પોલીસ કમિશનરે લીધા માસ્ક અને અન્ય નિયમોના પાલન માટે શપથ .
અમદાવાદ: કોરોના વાયરસના કારણે માસ્ક પહેરવું ફરજીયાત બન્યું છે ત્યારે હવે અમદાવાદ પોલીસ દ્વારા માસ્ક અંગે કરોડો રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો તો સાથે જ પોલીસ હવે માસ્ક પહેરવા તથા અન્ય નિયમોના પાલન માટે શપથ લેવામાં આવી છે.
શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા કમિશ્નર કચેરીમાં શપથ લેવામાં આવી અને તેમની સાથેના અધિકારીઓ તથા કર્મચારીઓને શપથ લેવડાવવામાં પણ આવ્યા હતા.પોલીસ કમિશ્નર સાથે એડમીન જેસીપી,ટ્રાફિક જેસેપી,કંટ્રોલ રોમમ ડીસીપી સહિતના અધિકારી અને કર્મચારીઓએ માસ્ક અને અન્ય નિયમોના પાલન માટે શપથ લીધા હતા.
માસ્ક ,સોશિયલ ડિસ્ટન્સ,સાબુ કે સેનેટાઈઝનો ઉપયોગ,રોગ પ્રતિકારક શક્તિ વધે તે તમામા બાબતો અંગે શપથ લેવામાં આવ્યા હતા.કમિશ્નર કચેરીની અંદર આવેલ કંટ્રોલ રૂમમાં પણ કંટ્રોલ ડીસીપી દ્વારા પણ લોકોને શપથ લેવડાવવામાં આવ્યા હતા.