કોરોનાની બિમારીએ સમગ્ર દેશ અને દુનિયાનું વાતાવરણ ડોહોળી દીધું છે. માનવીની લાઈફ સ્ટાઈલને પણ બદલી દીધી છે. તમામ સેક્ટરો ઉપર માઠી અસર પડી છે. આ વચ્ચે શિક્ષણ ઉપર પણ મોટી અસર પડી છે. કોરોનાએ શિક્ષણને જકડી લીધું છે. શ્રીમંત, મધ્યમવર્ગના બાળકો તો આ સ્થિતિમાં ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. પણ ગરીબ વર્ગના બાળકોનું શું? આપણાં દેશમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા ખુબજ વધુ છે અને મહામારીના કારણે તેમની દયનીય સ્થિતિ બની ચૂકી છે. આવા લોકો પાસે ના તો એટલા રૂપિયા હોય કે તે એક એન્ડ્રોઇડ ફોન વસાવી શકે, અરે ફોન તો પછી પણ આ વર્ગના લોકો રાત પડેને બે છેડા માંડ માંડ ભેગા કરી વાળું કરતાં હોય છે. આજના સમયમાં શિક્ષણ એક બિઝનેસ બન્યો છે તેવી સ્થિતિ વચ્ચે નડિયાદમાં કેટલાક યુવાનો “ડોનેટ યોર સન્ડે” ના થીમ ઉપર નાના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપી રહ્યા છે. યુવા એકતા સમિતિ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી નડિયાદ ઈન્દીરાનગરી ખાતે સ્લમ વિસ્તારમાં બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. કોરોનાના કારણે છેલ્લા કેટલાક માસથી આ પવૃત્તિ બંધ હતી. પણ ગરીબ વર્ગના બાળકોને પાયાનું શિક્ષણ મળી રહે તે હેતુથી ફરીથી આ શિક્ષણ યજ્ઞ યુવાનોએ શરૂ કર્યો છે.”સરદાર ગુરુકુળ” ના નામથી ચાલતા આ શિક્ષણ કાર્યમાં એન્જીનીયર, બી. કોમ, બી. એ, તેમજ ઉચ્ચ અભ્યાસ ધરાવતા યુવક યુવતીઓ અહીંયા અઠવાડિયાનો વીક એન્ડ એટલે કે સન્ડેનો થોડો સમય આ ગરીબ બાળકો પાછળ આપી બાળકોને શિક્ષણમાં મદદરૂપ બને છે. આ શિક્ષણ યજ્ઞમાં કેટલીક ગૃહિણીઓનો પણ સમાવેશ થાય છે. આ શિક્ષણ યજ્ઞમાં સામેલ યુવાન કનૈયાભાઇના જણાવ્યા પ્રમાણે આ મહામારીમાં લાંબા લોકડાઉનના કારણે અમારે અહીંયા બ્રેક પડી ગઈ હતી. માટે ભણતરમાં એક ચિત્તે બેઠેલા બાળકોને પુનઃ એકડો ગૂંટવાની વારી આવી છે. જોકે આ મુશ્કેલ કાર્ય પણ સરળ બની જશે કારણ કે અહીંયાના બાળકોમાં ભણતરમાં રૂચિ છે.
અહીંયા આ યુવાનો હાલની પરિસ્થિતિને કારણે બાળકોને માસ્ક પહેરાવી હાથ સેનેટાઇઝ કરાવડાવી ભણતરનું જ્ઞાન પીરસી રહ્યા છે. સલામ છે આ શિક્ષણ યજ્ઞમાં સામેલ કનૈયાભાઇ ધનગર, મોનાર્ક પંચાલ, કેતન મકવાણા, દીપિકા મકવાણા, અંકિતા પટેલ, સાગર પટેલ, યશ પટેલ, ધવલ પટેલ, યશ સોલંકી, કૃપા ભાવસાર, અમી દવે, સાક્ષી પંચાલ, નિરવ સોની, મનોજ શર્મા, રાહુલ પટેલ, રૂચિત દલવાડી તેમજ અન્ય સૌ 80 જેટલા યુવાનોને…..
-:આલેખન – સિધ્ધાંત મહંત જર્નાલિસ્ટ નડિયાદ-ખેડા 9998527193
Siddhantmahant@gmail.com